ઈઝરાયલ છેલ્લા એક વર્ષથી હમાસ સાથે યુદ્ધની સ્થિતિમાં છે ત્યારે હિઝબુલ્લા અને બીજા આતંકવાદી જૂથો સાથે પણ ઈઝરાયલ લડી રહ્યું છે. તાજેતરમાં ઈઝરાયલે ઈરાન પર કરેલા હુમલા બાદ આજે લેબેનોનથી છોડેલા રોકેટ ઈઝરાયલના ઉત્તરમાં પડયા હતા અને નાસભાગ મચી ગઈ હતી. જોરદાર રોકેટ હુમલામાં સાત લોકોએ જીવ ગુમાવ્યો હતો. આમાં ચાર વિદેશી કર્મચારી અને ત્રણ ઈઝરાયલી નાગરિકો મોતને ભેટયા હતા. ઈઝરાયલી સૈન્યને આશંકા છે કે, હિઝબુલ્લાએ આ રોકેટ હુમલો કર્યો છે. લેબેનોન પર આક્રમણ પછી ઈઝરાયલમાં બોર્ડર પારથી કરાયેલા આ સૌથી ઘાતક હુમલો છે.


ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલની સેના લેબેનોનમાં સતત હવાઈ હુમલા કરી રહી છે અને તેનું કહેવું છે કે તે હિઝબુલ્લાહના આતંકીઓને નિશાન બનાવે છે. લેબનીઝ આરોગ્ય અધિકારીઓએ ગુરુવારે બેરૂતમાં 24 લોકોનાં મોતની જાણ કરી હતી. યુએસ રાજદ્વારી ક્ષેત્રમાં હાજર છે અને લેબેનોન અને ગાઝામાં યુદ્ધવિરામ માટે દબાણ કરી રહ્યું છે. તેમનું લક્ષ્ય બાઈડેન વહીવટીતંત્રના અંતિમ મહિનામાં પશ્ચિમ એશિયામાં યુદ્ધોને સમાપ્ત કરવાનું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, ઈઝરાયલી દળોએ ઉત્તરી ગાઝામાં એક હોસ્પિટલ પર હુમલો કર્યો, યુએન એજન્સી દ્વારા હોસ્પિટલમાં મોકલવામાં આવેલી આવશ્યક સામગ્રીનો નાશ કર્યો.

લેબેનોનમાં ડાયાલિસિસ યુનિટ નષ્ટ થયું

લેબેનોનનો ઈઝરાયલ પર રોકેટ હુમલા પછી હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી જેના કારણે ડાયાલિસિસ યુનિટને અસર થઈ હતી, પાણીની ટાંકીઓ નષ્ટ થઈ હતી, સર્જરી બિલ્ડિંગને નુકસાન થયું હતું અને આગ ઓલવવાનો પ્રયાસ કરતા ચાર તબીબોને ઈજા થઈ હતી. હોસ્પિટલ પરના હુમલાને લઈને ઈઝરાયલી સેનાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો.


  • Follow us on: