• હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ઘમાસાણ યુદ્ધ
  • બંને તરફથી 8,700થી વધુ લોકોના મોત
  • હમાસ વિરુદ્ધ ટૂંક સમયમાં ગ્રાઉન્ડ ઓપરેશન થશે શરૂ

હમાસ અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ શુક્રવારના રોજ તેના 21માં દિવસે પણ યથાવત. બંને તરફથી અત્યાર સુધીમાં 8,700થી વધુ લોકો માર્યા ગયા છે. ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર સંભવિત ગ્રાઉન્ડ એટેક પહેલા ઈઝરાયેલી સેનાએ ફરી એકવાર હમાસના નિયંત્રણવાળા ગાઝામાં દરોડા પાડ્યા હતા. ઇઝરાયલના રક્ષા મંત્રી યોવ ગાલાંટનું કહેવું છે કે હમાસ વિરુદ્ધ ટૂંક સમયમાં ગ્રાઉન્ડ અભિયાન શરૂ થશે. 

 ગાઝામાં ઈન્ટરનેટ અને કોમ્યુનિકેશન સેવા બંધ

શુક્રવારે સાંજે ઉત્તરી ગાઝામાં ઈઝરાયેલના ઉગ્ર હુમલાઓએ વિસ્તારને હચમચાવી નાખ્યો છે. હમાસે દાવો કર્યો હતો કે સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ અને કોમ્યુનિકેશન બંધ કરી દેવામાં આવ્યું છે. ગાઝામાં આ યુદ્ધને કારણે પ્રાદેશિક તણાવ વધી રહ્યો છે. એક કારણ એ છે કે ઈરાન સમર્થિત લડવૈયાઓએ અમેરિકન સૈનિકોને નિશાન બનાવ્યા પછી, યુએસ ફાઈટર જેટ્સે પૂર્વ સીરિયામાં કેટલાક લક્ષ્યો પર બોમ્બમારો કર્યો. બીજી તરફ, UNRWAના વડાએ કહ્યું છે કે, ઇજિપ્તના ક્રોસિંગ પોઇન્ટથી ટ્રકમાં ગાઝા મોકલવામાં આવતી આવશ્યક સામગ્રી ઘણી ઓછી છે. દરમિયાન, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે હમાસ અને આઇએસઆઇએસ બીમાર છે અને હોસ્પિટલોને આતંકના ધામમાં ફેરવે છે. 

શું હમાસ હોસ્પિટલોને આતંકી અડ્ડામાં ફેરવી રહ્યું છે? 


એક ઈન્ટેલિજન્સ વીડિયો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હમાસ અલ શિફા હોસ્પિટલના ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોર બંનેનો ઉપયોગ કરી રહ્યું છે. આ હોસ્પિટલ ગાઝા પટ્ટીમાં છે. જેમાં હોસ્પિટલના વિવિધ વિભાગો હેઠળ હમાસના ભૂગર્ભ સંકુલની ઓળખ કરીને દાવો કરવામાં આવ્યો છે. IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ મીડિયાને જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર થયેલા હુમલા બાદ સેંકડો આતંકવાદીઓ છુપાઇને હોસ્પિટલ તરફ ભાગી ગયા હતા. તેમણે કહ્યું કે ઈઝરાયેલ પાસે એવી ગુપ્તચર માહિતી છે કે ગાઝાની હોસ્પિટલોમાં ઈંધણ છે પરંતુ હમાસ તેનો ઉપયોગ તેના આતંકી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કરી રહ્યું છે. 

હમાસે નેતન્યાહુના દાવાને ફગાવી દીધો 

ગાઝામાં સરકારી મીડિયા ઓફિસના વડા સલામા મારુફે હોસ્પિટલનો આતંકવાદના અડ્ડા તરીકે ઉપયોગ કરવાના આરોપને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે ઈઝરાયેલે ઓડિયો રેકોર્ડ બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો અને હોસ્પિટલની નીચે ટનલ કે કમાન્ડ સેન્ટર હોવાનું સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી. 

અત્યાર સુધીમાં કેટલા લોકોના થયા મોત?

અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, 7 ઓક્ટોબરથી ગાઝામાં ઈઝરાયેલના હુમલાને કારણે ઓછામાં ઓછા 7,326 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. ઇઝરાયેલ પર હમાસના હુમલામાં 1400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. તે જ સમયે, 26 જુલાઈના ડેટા અનુસાર, ગાઝામાં 17,439 લોકો ઘાયલ થયા હતા અને કબજા હેઠળના પશ્ચિમ કાંઠે 1836 લોકો ઘાયલ થયા હતા. ઈઝરાયેલમાં 5,431 લોકો ઘાયલ થયા છે. 

  • Follow us on: