- અમેરિકાના રાષ્ટ્રપતિએ સ્થિતિને ધ્યાને લઈ મોટી વાત કહી
- ત્રાસવાદને કોઈ કાળે સહન કરી લેવામાં નહીં આવે એવો સૂર
- આતંકવાદને કાયમી ધોરણે ડામવા શસ્ત્રો પણ પૂરા પાડશે
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન હવે હમાસ સાથે યુદ્ધ લડી રહેલા તેમના સૌથી નજીકના મિત્ર ઇઝરાયેલ સાથે મજબુતી સાથે ઉભા છે. અમેરિકાએ ઈઝરાયેલને મોટા પાયે હથિયારો મોકલ્યા છે. તે જ સમયે, જો એ કહ્યું છે કે સંકટના સમયમાં અમેરિકન લોકો ઈઝરાયેલ સાથે ખભે ખભા મિલાવીને ઉભા છે. તેમણે કહ્યું, 'અમેરિકા સ્પષ્ટપણે ઇઝરાયેલના લોકોને, સમગ્ર વિશ્વને અને વિશ્વભરમાં હાજર આતંકવાદીઓને કહેવા માંગે છે કે અમે ઇઝરાયલની સાથે ઉભા છીએ.' એક તરફ બાઈડેને ખુલ્લેઆમ ઈઝરાયલને સમર્થન આપવાની જાહેરાત કરી છે તો બીજી તરફ ઈઝરાયેલની સેના હમાસ પર ખાતમો બોલાવવા માટે ઊતરી આવી છે.
ટ્વિટ કરીને આપી માહિતી
બાઈડેને ટ્વીટ કર્યું હતું કે, 'અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને બ્રિટન હંમેશા એકજૂટ રહેશે. એકબીજા સાથે સંકલન કરશે, અમારા સાથી અને મિત્ર ઇઝરાયેલ, તે સુનિશ્ચિત કરવા માટે કે ઇઝરાયેલ પોતાનો બચાવ કરી શકે. હું ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને ખાતરી આપું છું કે યુનાઇટેડ સ્ટેટ્સ એ સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખશે. ઇઝરાયેલને પોતાને અને તેના લોકોનો બચાવ કરવા માટે જે જરૂરી છે તે કરે. આ હૃદયદ્રાવક સમય છે અને અમેરિકન લોકો ઈઝરાયેલ સાથે ખભે ખભા મિલાવીને ઉભા છે. માનવામાં આવે છે કે ઈરાન દ્વારા હુમલાની ધમકીને ધ્યાનમાં રાખીને અમેરિકાએ આ ચેતવણી આપી છે.
ચાર દિવસથી યુદ્ધ ચાલું
અમેરિકાના સમર્થનથી ઇઝરાયેલની સેનાએ હવે હમાસ પર વળતો હુમલો કર્યો છે. ઈઝરાયેલના વિમાનો છેલ્લા 4 દિવસથી ગાઝાની અંદર બોમ્બમારો કરી રહ્યા છે. ઇઝરાયેલના વિમાનો દિવસ-રાત સતત ઉડાન ભરી રહ્યા છે. હમાસના અડ્ડાઓને નષ્ટ કરી રહ્યા છે. ઇઝરાયલી સૈન્યએ કહ્યું છે કે તેના વિમાનોએ હમાસના 200 ટાર્ગેટનો ખાતમો બોલાવી દીધો છે. તેમણે કહ્યું કે હમાસ તેનો ઉપયોગ આતંકવાદી હબ તરીકે કરી રહ્યું છે. આ જગ્યાઓથી ઈઝરાયલ પર મોટી સંખ્યામાં હુમલા કરવામાં આવી રહ્યા હતા. ઇઝરાયેલની સેનાએ કહ્યું છે કે તે એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે યુદ્ધ સમાપ્ત થયા પછી હમાસ પાસે કોઈ સૈન્ય તાકાત બાકી ન રહે.
2500થી વધારે લોકો ઈજાગ્રસ્ત
ઈઝરાયેલની સેનાએ કહ્યું કે સૈન્ય અને આકાઓના લક્ષ્યોને નષ્ટ કરવું સરળ નથી. આ ઈમારતોમાં હમાસના નેતાઓ છુપાયેલા હોઈ શકે છે. દરમિયાન, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે મંગળવારે જણાવ્યું હતું કે 7 ઓક્ટોબરના અભૂતપૂર્વ હુમલા બાદથી બંને પક્ષો વચ્ચે લડાઈ ચાલુ છે. લગભગ 1,500 હમાસ આતંકવાદીઓના મૃતદેહો ઇઝરાયેલી પ્રદેશની અંદરથી મળી આવ્યા છે. જ્યારે એક જ દિવસમાં કુલ 2500થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.