ઈરાન પર ઈઝરાયલના હુમલાથી તેને ભારે નુકસાન થયું છે. સેટેલાઇટ તસવીરો સામે આવતા આ વાતની સાક્ષી પુરી રહી છે. ઈરાનની રાજધાની તહેરાનના દક્ષિણપૂર્વમાં ઈરાનના ગુપ્ત લશ્કરી થાણા પર ઇઝરાયલના હુમલા જે ભૂતકાળમાં નિષ્ણાતોએ કહ્યું હતું કે તહેરાનના તત્કાલીન પરમાણુ શસ્ત્રો કાર્યક્રમ સાથે સંકળાયેલું હતું, તેણે નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે.
ઈઝરાયલના આ હુમલામાં અન્ય સૈન્ય મથકને પણ નુકસાન થયું હતું, જે ઈરાનના બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમ સાથે જોડાયેલું હતું. સેટેલાઇટ ઈમેજના વિશ્લેષણમાં દર્શાવે છે કે કેટલીક ક્ષતિગ્રસ્ત ઈમારતો ઈરાનના લશ્કરી થાણામાં આવેલી છે.
ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીને શંકા છે કે ઈરાને અગાઉ પણ ત્યાં પરમાણુ હથિયારો સાથે જોડાયેલા વિસ્ફોટકોનું પરીક્ષણ કર્યું છે. ઈરાન લાંબા સમયથી આગ્રહ કરી રહ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ છે. જો કે, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA), પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓ અને અન્ય લોકો કહે છે કે તહેરાન-2003 સુધીમાં સક્રિય રીતે શસ્ત્રો કાર્યક્રમ ચલાવી રહ્યું હતું. અન્ય નુકસાન નજીકના ખોજીર લશ્કરી થાણા પર જોઈ શકાય છે, જે વિશ્લેષકો માને છે કે, ભૂગર્ભ ટનલ સિસ્ટમ અને મિસાઈલ ઉત્પાદન સ્થળ છે.
ઈરાનના સૈન્યએ શનિવારે સવારે ખોજીર અથવા પારચીનમાં ઈઝરાયલના હુમલાથી કોઈ નુકસાન થયું હોવાની પુષ્ટિ કરી નથી. જો કે, તેણે કહ્યું કે આ હુમલામાં દેશની એર ડિફેન્સ સિસ્ટમમાં સેવા આપતા ચાર ઈરાની સૈનિકો માર્યા ગયા.
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈના નિવેદને પણ ઈરાનને નુકસાન પહોંચાડયું
ઈરાને શરૂઆતમાં મોટું નુકસાન થવાનો ઈનકારર કર્યો હશે, પરંતુ રવિવારે તેના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનેઈના નિવેદને પણ ઈઝરાયલનો હુમલો હળવો ન હોવાનો સંકેત આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના મિશને ટિપ્પણી માટેની વિનંતીનો તરત જ જવાબ આપ્યો ન હતો. ઈઝરાયલી સેનાએ પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો કે, ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈએ રવિવારે શ્રોતાઓને કહ્યું હતું કે ઈઝરાયલના હુમલાને "અતિશયોક્તિ કે ઓછો અંદાજ ન કરવો જોઈએ."
નેતન્યાહૂએ કહ્યું- ઈરાનને મોટું નુકસાન થયું છે
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે કહ્યું હતું કે ઈઝરાયલના હુમલાથી ઇરાનને "ગંભીર નુકસાન" થયું છે, તે હજી સ્પષ્ટ નથી કે ઈઝરાયલના હુમલામાં કેટલી સાઈટ્સને નિશાન બનાવવામાં આવી હતી. ઈરાનની સેનાએ હજુ સુધી નુકસાનની કોઈ તસવીરો જાહેર કરી નથી. ઈરાની અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની ઓળખ ઈલામ, ખુઝેસ્તાન અને તહેરાન પ્રાંત તરીકે કરી હતી. શનિવારે ઇલામ પ્રાંતમાં ઇરાનના તાંગે બિજાર કુદરતી ગૅસ ઉત્પાદન સાઇટની આસપાસ પ્લેનેટ લેબ્સ પીબીસીની ઉપગ્રહની છબીઓમાં બળી ગયેલા ક્ષેત્રો જોઇ શકાય છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ તસવીરો હુમલા સાથે સંકળાયેલી છે કે નહીં. ઇલામ પ્રાંત પશ્ચિમ ઇરાનમાં ઇરાન-ઇરાક સરહદ પર સ્થિત છે. તહેરાનના ડાઉનટાઉનથી લગભગ 40 કિલોમીટર દક્ષિણપૂર્વમાં, મામાલુ ડેમની નજીક, પારચીનમાં પ્લેનેટ લેબ્સના ફોટામાં સૌથી વધુ નુકસાન જોઈ શકાય છે.
ત્યાં, એક માળખું સંપૂર્ણપણે નાશ પામ્યું હતું, જ્યારે અન્ય માળખાંને હુમલામાં નુકસાન થયું હતું. ખોજીરમાં, ડાઉનટાઉન તેહરાનથી લગભગ 20 કિલોમીટર દૂર, સેટેલાઇટ ઇમેજમાં ઓછામાં ઓછા બે માળખાને નુકસાન થયું છે. IAEAનું નેતૃત્વ કરી રહેલા રાફેલ મારિયાનો ગ્રોસીએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે "ઈરાનની પરમાણુ સંસ્થાઓને અસર થઈ નથી." .













