અઢી વર્ષ કરતાં વધુ સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તમામ પ્રયાસો છતાં રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ચ થવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમ્યાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.  ઝેલેન્સકીએ કહ્યું કે, પીએમ મોદી રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં મોટી અસર કરી શકે છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે આ કોઈપણ યુદ્ધમાં તેમનો પ્રભાવ દર્શાવે છે. તેમણે કહ્યું કે આ ભારતનો પ્રભાવ પણ દર્શાવે છે.   


 રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે ભારતમાં વાતચીત થઈ શકે છે

પત્રકારોના એક સવાલના જવાબમાં વોલોડીમિર ઝેલેન્સકીએ પીએમ મોદી દ્વારા યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીત કરવાની શક્યતા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. ઝેલેન્સકીએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા માટે ભારતમાં વાતચીતની શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, અલબત્ત, ભારતમાં આ થઈ શકે છે અને પીએમ મોદી વાસ્તવમાં આ કરી શકે છે.

તેણે એમ પણ કહ્યું કે જો કે, મને લાગે છે કે આપણે આપણી જાતને તૈયાર કરવાની અને તે મુજબ તૈયારી કરવાની જરૂર છે કારણ કે યુદ્ધ આપણી ધરતી પર લડવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે અમારી પાસે એક પ્લેટફોર્મ છે, જે શાંતિ સમિટ છે.

પીએમ મોદીએ બ્રિક્સ સંમેલનમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો

ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના કઝાન શહેરમાં આયોજિત 16મી બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ વાતચીતમાં પીએમ મોદીએ ફરી એકવાર રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કર્યો. તેમણે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું કે સમસ્યાઓનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે જ થવો જોઈએ.

પીએમ મોદીએ કહ્યું હતું કે, ''અમે શક્ય તેટલી વહેલી તકે શાંતિ અને સ્થિરતાની પુનઃસ્થાપનને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.'' પીએમ મોદીએ કહ્યું હતું કે, ''અમે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના મુદ્દા પર સતત સંપર્કમાં છીએ.'' મેં અગાઉ કહ્યું તેમ અમે માનીએ છીએ કે સમસ્યાઓનો ઉકેલ શાંતિપૂર્ણ માધ્યમથી જ થવો જોઈએ. અમે શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપનાને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. અમારા તમામ પ્રયાસો માનવતાને પ્રાધાન્ય આપે છે. ભારત આવનારા સમયમાં પણ દરેક શક્ય સહયોગ આપવા તૈયાર છે.


  • Follow us on: