વિશ્વના તમામ દેશોની ટીકા છતાં ઈઝરાયલ લેબેનોનમાં પોતાના હુમલા ચાલુ રાખ્યા છે. ઈઝરાયલના આ હુમલાનો શિકાર માત્ર લેબેનોનના નાગરિકો જ નહીં પરંતુ બીજા દેશોથી નોકરી અથવા કામ માટે આવેલા લેબેનોનમાં થઈ રહેલા હુમલાથી મુશ્કેલીમાં છે. લેબેનોનમાં એશિયન દેશોના લાખો લોકો કામ કરે છે જેમાંથી ઘણા દેશોના નાગરિકોને પરત બોલાવી લીધા છે, જ્યારે ઘણા વિદેશી લોકો હજી લેબેનોનમાં ફસાયેલા છે.


આવા જ એક ઈઝરાયેલ હુમલામાં બાંગ્લાદેશના એક મજૂરનું મોત થયું છે. લેબેનોનમાં બાંગ્લાદેશના રાજદૂત જાવેદ તનવીર ખાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 31 વર્ષીય મોહમ્મદ નિઝામ શનિવારે બપોરે એક કથિત હુમલામાં માર્યો ગયો હતો જ્યારે તે બેરૂતમાં કામ કરવા જતા કોફી શોપ પર રોકાયો હતો.

લેબેનોનમાં લગભગ એક લાખ બાંગ્લાદેશીઓ છે

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લગભગ 70 હજારથી એક લાખ બાંગ્લાદેશીઓ લેબનોનમાં કામ કરે છે. મોટાભાગના બાંગ્લાદેશી લોકો અહીં મજૂર તરીકે કામ કરે છે અને ઘરેલું કામ કરે છે. લેબેનોનથી બાંગ્લાદેશીઓને પરત લાવવા માટેની પ્રથમ ફ્લાઇટ બાંગ્લાદેશ દ્વારા ગયા મહિને યુએનની મદદથી સંચાલિત કરવામાં આવી હતી. જેમાં સેંકડો બાંગ્લાદેશીઓને દેશમાં પરત લાવવામાં આવ્યા હતા.

મૃતદેહને બાંગ્લાદેશ લાવવો સરળ નથી

મૃતકના ભાઈ મોહમ્મદ જલાલુદ્દીને જણાવ્યું હતું કે તેનો નાનો ભાઈ નિઝામ એક દાયકા કરતાં વધુ સમયથી બેરૂતમાં રહેતો હતો અને તે 1,800 બાંગ્લાદેશીઓમાં ન હતો જેમણે ફ્લાઇટ હોમ માટે નોંધણી કરાવી હતી.

"અમે તેને અમારા પૈતૃક ઘરમાં દફનાવવા માંગીએ છીએ અને હવે સરકારના જવાબની રાહ જોઈ રહ્યા છીએ," જલાલુદ્દીને સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું. પરંતુ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી શાહ મોહમ્મદ તનવીર મન્સૂરનું કહેવું છે કે આ સમયે બેરૂત માટે ફ્લાઇટની વ્યવસ્થા કરવી સરળ નથી. યુદ્ધના સંજોગોમાં સરકારને જીવતા લોકોને પરત લાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, આવી સ્થિતિમાં મૃતદેહોને પરત લાવવામાં વધુ મુશ્કેલી પડી રહી છે.


  • Follow us on: