• ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં લગભગ 5000 લોકોના મોત થયા
  • ઈઝરાયેલે આ હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ પર સવાલો ઉઠાવ્યા
  • આગમાં બળી ગયેલો સામાન પણ જોઈ શકાય છે પરંતુ મૃતદેહો નહીં

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં લગભગ 5000 લોકોના મોત થયા હતા. આ દરમિયાન મંગળવારે ગાઝાની અલ-અહલી હોસ્પિટલમાં વિસ્ફોટ થયો હતો જેમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા માટે હમાસ અને ઈઝરાયેલ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલે આ હુમલામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ પર સવાલો ઉઠાવ્યા હતા.

IDFએ વીડિયો જાહેર કર્યો 

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ ગુરુવારે તેમની સામેના આરોપોને નકારી કાઢ્યા હતા અને હુમલા માટે પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદને જવાબદાર ઠેરવ્યા હતા. અનેક લોકો માર્યા ગયા હોવાના દાવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેના દાવાના સમર્થનમાં ઇઝરાયેલે વિડિયો બહાર પાડ્યા છે જેમાંથી એક હોસ્પિટલ અને તેની આસપાસના વિસ્તારને રોકેટથી માર્યા પહેલા અને પછી બતાવે છે. IDFના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ જોનાથન કોનરિકસે વિડિયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં રોકેટ પાર્કિંગમાં વિસ્ફોટ થયો હોવાનું જણાય છે અને એવું લાગે છે કે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી.

15 કાર બળી ગઈ

IDFના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે જોઈ શકીએ છીએ કે જ્યાં વિસ્ફોટ થયો છે તે વિસ્તાર કાળો છે. એવું લાગે છે કે ત્યાં ભયંકર આગ લાગી હતી. આ વાસ્તવમાં કેન્દ્ર છે જ્યાં રોકેટની અસર થઈ છે. હું જે જોઈ શકું છું તેના પરથી લગભગ 15 કાર છે જે હુમલાથી પ્રભાવિત થઈ હતી. આગમાં બળી ગયેલો સામાન પણ જોઈ શકાય છે. જો કે, મને જે દેખાતું નથી તે મૃતદેહો છે.

IDF એ ગાઝામાં હમાસ-નિયંત્રિત સ્વાસ્થ્ય મંત્રાલયના દાવા પર સવાલ ઉઠાવ્યા હતા કે વિસ્ફોટમાં ઘણા લોકો માર્યા ગયા હતા. લેફ્ટનન્ટ કર્નલ કોનરિકસે કહ્યું હતું કે, 'જો ખરેખર અહીં 471 કે 500 લોકો મૃત્યુ પામ્યા છે તો પછી બધા મૃતદેહો ક્યાં છે?

ભયંકર આગ 

IDFના પ્રવક્તાએ આ ઘટનાનો વિડિયો બતાવ્યો અને કહ્યું હતું કે તસવીરોમાં સ્પષ્ટપણે મોટી આગ દેખાઈ રહી છે, જ્યારે ઈઝરાયેલનો બોમ્બ જો વાગ્યો હોત તો આગ નહીં પણ ખાડો હોત. 'જો તમે લોકો સમાચાર જોઈ રહ્યા છો, તો તમે ઈઝરાયેલ પર આવા જ હુમલા જોઈ શકો છો. જ્યારે ઇઝરાયેલ પર રોકેટથી હુમલો કરવામાં આવે છે ત્યારે આપણે આ જ જોઈએ છીએ  બળી ગયેલી કાર, બળી ગયેલી સામાન અને આગ.

  • Follow us on: