• ગાઝા અને પશ્ચિમ કાંઠે 100 મિલિયન ડોલરની સહાય 
  • હમાસે ઈઝરાયલના નાગરિકોના કતલ કર્યા: જો બાઇડ
  • ગાઝા હોસ્પિટલ રોકેટથી હુમલામાં 500ના મોત

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ઈઝરાયેલની મુલાકાતે છે જો બાઈડને ઈઝરાયલના PM બેન્ઝામિન નેતન્યાહૂની સાથે મુલાકાત કરી હતી. જો બાઇડને બુધવારે જણાવ્યું હતું કે ઇઝરાયેલ ઇજિપ્તથી ગાઝામાં માનવતાવાદી સહાયને મંજૂરી આપવા માટે સંમત થયું છે પરંતુ તે શરત સાથે કે સહાય હમાસના ઉગ્રવાદીઓ સુધી નહીં પરંતુ નાગરિકો સુધી પહોંચવી જોઈએ. 

ગાઝામાં ખોરાક, ઈંધણ અને પાણીનો પુરવઠો બંધ

7 ઓક્ટોબરે હમાસના વિનાશક હુમલા બાદ ઈઝરાયેલે ગાઝામાં ખોરાક, ઈંધણ અને પાણીનો પુરવઠો બંધ કરી દીધો હતો. મધ્યસ્થીઓ પેલેસ્ટાઇનના પીડિત નાગરિકો, સહાય જૂથો અને હોસ્પિટલોને રાહત સામગ્રી પહોંચાડવા અંગેની મડાગાંઠને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિડેને કહ્યું કે તેણે ગાઝામાં નાગરિકોને જીવનરક્ષક માનવતાવાદી સહાયની સપ્લાય કરવા માટે સંમત થવા માટે ઇઝરાયેલની કેબિનેટ સાથે વાત કરી છે.

ગાઝા અને પશ્ચિમ કાંઠે 100 મિલિયન ડોલરની સહાય

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને જણાવ્યું હતું કે ગાઝા અને પશ્ચિમ બેંકને 100 મિલિયન ડોલરની સહાય પૂરી પાડવામાં આવશે નેતન્યાહૂ સાથે મુલાકાત કરીને બાયડેને કહ્યું કે, અમે ઈઝરાયલની સાથે છીએ. હું અહીં આવીને અમારું સમર્થન વ્યક્ત કરવા માગતો હતો. તેમણે કહ્યું કે હમાસે ઈઝરાયલીઓની હત્યા કરી. બાયડેને કહ્યું અમે સંપૂર્ણપણે ઈઝરાયલની પડખે છીએ. દરમિયાન નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્રપતિ સમક્ષ જ કહ્યું કે અમે હમાસનો અંત લાવીને જ ઝંપીશું. જોકે તેમણે કહ્યું કે હમાસ પેલેસ્ટાઈનનું પ્રતિનિધિત્વ નથી કરતું. તેમણે કહ્યું કે અમેરિકાએ જે કહ્યું હતું પૂરું કર્યું. આ અમેરિકા માટે પણ મુશ્કેલી ઘડી છે. 

ગાઝા હોસ્પિટલ રોકેટથી હુમલામાં 500ના મોત

ઉલ્લેખનિય છે કે, મંગળવારે મોડી રાત્રે ગાઝાની એક હોસ્પિટલ પર રોકેટથી હુમલો (Gaza Hospital Attack) થયો હતો, જેમાં 500 લોકોના મોત અને અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલાને લઈ હમાસ અને ઈઝરાયેલ બંને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. બંને દેશોના યુદ્ધની વાત કરીએ તો અત્યાર સુધીમાં યુદ્ધમાં કુલ 4500થી વધુ લોકોના મોત થયા છે, તો સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઉપરાંત લાખો લોકો બેઘર પણ થયા છે.

  • Follow us on: