• હમાસ વચ્ચેના યુદ્ધમાં જો બાયડને ઇઝરાયેલને આપી સલાહ
  • 9-11ના હુમલા બાદ અમેરિકાએ કરેલી ભૂલ ન કરવાની સલાહ આપી
  • ગાઝા હોસ્પિટલ એટેક માટે હમાસને દોષી ઠેરવ્યું

સતત 12 દિવસથી ચાલી રહેલું ઈઝરાયલ અને પેલેસ્ટાઈની સંગઠન હમાસ વચ્ચેનું  યુદ્ધ યથાવત છે. તેવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન ઈઝરાયલ જઈને PM બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી હતી. જો બાયડને યુદ્ધ મુદ્દે નેતન્યાહૂ સાથે અનેક ચર્ચાઓ કરી હતી. આ સાથે અમેરિકાએ PM નેતન્યાહૂને સલાહ આપતા કહ્યું કે,  '9/11 બાદ ગુસ્સામાં આવીને અમેરિકાએ જેવું કર્યું તેવી ભૂલો ન કરતાં. 

હમાસ આઇએસઆઇએસ કરતા પણ ખરાબ

હમાસ-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું હતું કે, હું અહીં આવીને બતાવવા માંગતો હતો કે અમે ઇઝરાઇલની સાથે છીએ. હમાસે ઈઝરાયેલના લોકોની હત્યા કરી છે. હમાસ ISIS કરતા પણ વધુ ખરાબ છે. ઇઝરાયલને પોતાનો બચાવ કરવાનો પૂરો અધિકાર છે. અમેરિકા તેમને દરેક રીતે સાથ આપશે. હું ફરીથી કહેવા માંગુ છું કે ઈઝરાયલ અને તેના લોકોએ એકલતા ન અનુભવે, અમેરિકા હમેશા માટે ઇઝરાયેલની સાથે અડીખંમ ઉભા છીએ.

ઇઝરાયેલની મુલાકાતે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને PM નેતન્યાહૂ સાથેની મુલાકાત બાદ જણાવ્યું હતું કે, હમાસે ઇઝરાયેલના નાગિરકોની ખુલ્લેઆમ હત્યા કરી છે. અમેરિકા હમેશા ઇઝરાયેલની સાથે છે. 

ગાઝાની હોસ્પિટલહુમલામાં 500 લોકોએ જીવ ગુમાવ્યો

બાયડની મુલાકાતની વચ્ચે ગાઝાની હોસ્પિટલ પર થયેલા મિસાઈલ હુમલામાં 500થી વધુ લોકોના મોત થયા હતા. મિસાઈલ હુમલાને પગલે બાયડને તેમની જોર્ડનની યાત્રાને કેન્સલ કરી નાખી છે. આમ તો તેઓ ઈઝરાયલથી સીધા જોર્ડન જવાના હતા પરંતુ હવે સ્વદેશ પાછા ફરશે તેવી વાત ચર્ચાઇ રહી છે.



  • Follow us on: