- ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા 13 દિવસથી યુદ્ધ યથાવત
- હમાસે કરેલા હુમલાનો ઈઝરાયેલે જડબાતોડ જવાબ આપ્યો
- હમાસના 9 સભ્યોના જૂથ અને કેટલાક દેશો પર પ્રતિબંધો
ઝરાયલ અને હમાસવચ્ચે છેલ્લા 13 દિવસથી યુદ્ધ યથાવત્ છે. હમાસ તરફથી શરૂ કરવામાં આવેલા યુદ્ધનો ઈઝરાયલ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ઈઝાયલી ડિફેન્સ ફોર્સ ગાઝા પટ્ટી પર ભારે એટેક કરી રહી છે. આ વચ્ચે ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર એક બ્લાસ્ટ થયો. જેમાં 500 લોકોના મોત થઈ ચૂક્યા છે. જોકે, ઈઝરાયલનું કહેવું છે કે, આ હુમલો તેમના તરફથી નથી કરવામાં આવ્યો, જ્યારે હમાસે આ એટેક માટે ઈઝરાયલને જવાબદાર ગણાવ્યું છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને તેલ અવીવ પહોંચી ગયા છે. અહીં તેઓ ઈઝરાયેલના રાષ્ટ્રપતિ બેન્જામિન નેતન્યાહુ અને અન્ય ઘણા નેતાઓને મળ્યા હતા. દરમિયાન, અમેરિકાએ ઈઝરાયેલ પર હુમલાને લઈને હમાસના 9 સભ્યોના જૂથ અને કેટલાક દેશોમાં ફેલાયેલા તેના નાણાકીય નેટવર્ક પર પ્રતિબંધો લાદ્યા છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ફોરેન એસેટ્સ કંટ્રોલ ઓફિસ દ્વારા આ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને આ અંગે માહિતી આપી છે.
ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર એક બ્લાસ્ટને લઇ ઈઝરાયલ તરફથી કહેવામાં આવ્યું છે કે, તેઓ સંયુક્ત રાષ્ટ્ર પરિષદ (UNSC)ને પૂરાવા આપીશું કે, આ હુમલો ઈઝરાયલે નથી કર્યો. ઈઝરાયલના વિદેશ મંત્રીએ આ અંગે નિવેદન જાહેર કર્યું છે. તેની સાથે જ અમેરિકાએ હમાસથી જોડાયેલા 9 સભ્યો અને એક યૂનિટ પર પ્રતિબંધ લગાવ્યો છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલયે કહ્યું કે, હમાસે અત્યારચાર કર્યા છે. હું ઈઝરાયલના લોકોને કહેવા માંગું છું કે તેમનું સાહસ, તેમની પ્રતિબદ્ધતા, તેમની બહાદુરી અદભુત છે. આ આશ્ચર્યજનક છે.
હોસ્પિટલ હુમલામાં ઈઝરાયલનો હાથ નથી: જો બાઈડન
આજે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ઈઝરાયલ પ્રવાસે તેલ અવીવ પહોંચ્યા છે. બાઈડને ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહૂની સાથે મુલાકાત કરી છે. એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રેસિડેન્ટ બાઈડને કહ્યું કે, ગાઝાની હોસ્પિટલમાં મંગળવારની રાત્રે જે રીતે હુમલા કરવામાં આવ્યા છે, તેની અમેરિકા આકરા શબ્દોમાં નિંદા કરે છે. અહીં આવ્યા બાદ મને જે પણ દેખાયું છે, તેને જોયા બાદ લાગે છે કે, આ ઘટનામાં ઈઝરાયલનો હાથ બિલકુલ પણ નથી. ગાઝાના અલ અહલી બેપટિસ્ટ હોસ્પિટલમાં મોડી રાત્રે બોમ્બમારામાં ઈઝરાયલ નહીં હમાસનો હાથ હોઈ શકે છે તેવું જણાવ્યું હતું.
હમાસનો અંત હવે મજીક છે: નેતન્યાહૂ
દરમિયાન નેતન્યાહૂએ અમેરિકી રાષ્ટ્રપતિ સમક્ષ જ કહ્યું કે અમે હમાસનો અંત લાવીને જ ઝંપીશું. જોકે તેમણે કહ્યું કે હમાસ પેલેસ્ટાઈનનું પ્રતિનિધિત્વ નથી કરતું. તેમણે કહ્યું કે અમેરિકાએ જે કહ્યું હતું પૂરું કર્યું.