• જેમ્સ ક્લેવરલીએ નિષ્કર્ષ પર આવતા પહેલા રાહ જોવા કરી વિનંતી

  • ઈઝરાયેલ હુમલા પાછળ જવાબદાર ન હોવાના પુરાવા રજૂ કરી રહ્યું છે
  • કોઈ પણ પ્રકારનાં નિષ્કર્ષથી અનેક લોકોનાં જીવને જોખમ

યુકેના વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ બુધવારે ગાઝાની અલ અહલી હોસ્પિટલ પરના હુમલાની નિંદા કરી હતી. ક્લેવરલીએ સૂચન કર્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે કોઈ પણ પ્રકારનાં નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તથ્યો બહાર આવે તેની રાહ જોવી જોઈએ કારણ કે તેનાથી અનેક લોકોના જીવ પર જોખમ પડી શકે છે.

ટ્વીટર પર મુકી પોસ્ટ

જેમ્સ ક્લેવરલીએ પોતાના ટ્વીચર એકાઉન્ટ પર લખ્યું હતું કે "ગત રાત્રિએ અનેક લોકો અલ અહલી હોસ્પિટલમાં બનેલી જાનહાનિની દુઃખદ ઘટના પર નિષ્કર્ષ પર પહોંચી ગયા હતાં. આ ખોટું થઈ રહ્યું છે જેના કારણે વધારે લોકોનાં જીવ જોખમમાં મૂકાઈ જશે. તથ્યોની રાહ જુઓ. તેને સ્પષ્ટ અને સચોટ દ્રષ્ટિએ જ જુઓ.

ઈઝરાયેલ પર આક્ષેપ

હમાસ દ્વારા સંચાલિત એન્ક્લેવમાં આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર મંગળવારે ગાઝા સિટીની હોસ્પિટલમાં વિસ્ફોટમાં સેંકડો લોકોના જીવ ગુમાવ્યા હતા. ગાઝા અને હમાસ દ્વારા આ ઘટના પાછળ ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું હતું.

ઈઝરાયેલનો જવાબ

ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુના પ્રવક્તા તાલ હેનરિચે જણાવ્યું હતું કે ''ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ હોસ્પિટલોને લક્ષ્ય બનાવતી નથી. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે તેઓ માત્ર હમાસના ઠેકાણા, હથિયારોના ડેપો અને આતંકવાદીઓને નિશાન બનાવે છે".

ઓડિયોમાં ખુલાસો

ઇઝરાયેલ સંરક્ષણ દળના પ્રવક્તા ડેનિયલ હગારીએ એક ઓડિયો બહાર પાડ્યો જેમાં બે આતંકવાદીઓ વચ્ચેની વાતચીત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ આતંકવાદીઓએ સ્વીકાર્યું હતું કે હોસ્પિટલ પર છોડવામાં આવેલ રોકેટ તેમના જૂથનું હતું.

આતંકવાદી જૂથ દ્વારા મિસફાયર

ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તાએ એક પ્રેસ કોન્ફરન્સમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ સૂચવે છે કે હોસ્પિટલ પર છોડવામાં આવેલા રોકેટ ઇઝરાયેલ તરફ છોડવામાં આવેલા રોકેટના બેરેજમાંથી હતું જે હોસ્પિટલની નજીકથી છોડવામાં આવ્યું હતું. આજે તેઓ જે દાવો કરે છે તે અલ-અહલી બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં વિસ્ફોટ ઇસ્લામિક જેહાદ આતંકવાદી જૂથ દ્વારા મિસફાયર કરાયેલા રોકેટને કારણે થયો હતો તે સાબિત કરવા માટેના ટેકનિકલ પુરાવા હતા.

ભારતનાં રાજદૂતનું નિવેદન

ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને બુધવારે કહ્યું હતું કે હમાસ જ્યારે ઇઝરાયેલને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમના જ વિસ્તારમાં હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે "અલ અહલી હોસ્પિટલને પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદના રોકેટ દ્વારા હિટ કરવામાં આવી હતી''. ગિલોને વધુમાં જણાવ્યું હતું કે ''હમાસે તેમના બાળકોને મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મિસફાયર કરીને તેમણે તેમના પોતાના બાળકોનો જ જીવ લીધો હતો. તે ખરેખર અફસોસની વાત છે કે વિશ્વભરના ઘણા લોકો તેમની સાથે સહકાર આપી રહ્યા છે. અમારી પાસે દસ્તાવેજી પુરાવા છે કે તે પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ રોકેટ હતું. પેલેસ્ટિનિયન આતંકવાદીઓ અને તેમના સાથીઓ તરત જ વિક્ટિમ કાર્ડ કાઢી લે છે.''


  • Follow us on: