• હમાસના આતંકી હુમલા બાદ ઈઝરાયલની જવાબી કાર્યવાહી શરૂ
  • અત્યાર સુધીમાં 426 એરસ્ટ્રાઈક કરી અને 10 ટાવર્સને નિશાન બનાવ્યા
  • 10 હજાર સૌનિકોને યુદ્ધના મેદાને મોકલ્યા

ઈઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. યુદ્ધના મેદાને લોહીયાળ જંગ અનેક લોકોની જિંદગી વિખેરી રહ્યું છે અને દેશની હાલતને કફોળી બનાવી રહ્યું છે. રશિયા-યુક્રેન કરતા પણ આ યુદ્ધ ઘાતક સાબિત થાય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હમાસના અતંકવાદીઓએ ઈઝરાયેલ પર હજારો રોકેર્ટ છોડ્યા હતા અને ઈઝરાયેલ પર આ હુમલો ગોઝારો સાબિત થયો હતો અને હવે ઈઝરાયેલ જવાબી કાર્યવાહી કરીને ગાઝાનો વિનાશ કરવા માટે સતત હુમલાઓ કરી રહ્યું છે.

ઈઝરાયલની જવાબી કાર્યવાહી શરૂ કરતાં જ અત્યાર સુધીમાં 426 એરસ્ટ્રાઈક કરી હતી અને 10 ટાવર્સને નિશાન બનાવ્યા હતા. હાલમાં આ યુદ્ધ માટે 10 હજાર સૌનિકોને યુદ્ધના મેદાને મોકલ્યા છે અને ગાઝાના ભુક્કા બોલાવવાનો ઈઝરયેલે સંકલ્પ કરી લીધો છે.

ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીમાં 426 હવાઈ હુમલા

ગાઝા પટ્ટીમાં શનિવારે શરૂ થયેલ હવાઈ હુમલો રવિવારે પણ ચાલુ રહ્યો હતો. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ગાઝા પટ્ટીની આસપાસ રહેતા નાગરિકોને બહાર કાઢ્યા છે. IDFએ કહ્યું છે કે ગાઝા પર અત્યાર સુધીમાં 426 હવાઈ હુમલા કરવામાં આવ્યા છે, જેમાંથી હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતા 10 ટાવર્સને નિશાન બનાવવામાં આવ્યા છે. ગાઝા પટ્ટીની આસપાસ 10 હજાર ઈઝરાયેલ સૈનિકો પણ તૈનાત છે.

ગાઝા કાટમાળમાં ફેરવાશે

વડા પ્રધાન નેતન્યાહુએ હમાસના આતંકવાદીઓને ઇઝરાયેલી સૈન્યની કાર્યવાહી સામે ચેતવણી આપતા રવિવારે કહ્યું હતું કે ગાઝા શહેરમાં તેમના છુપાયેલા સ્થળો કાટમાળમાં ફેરવાઈ જશે. તેમણે ગાઝાના રહેવાસીઓને ઈઝરાયલી દળોની કાર્યવાહી અંગે ચેતવણી આપી અને સલામત સ્થળે ખસી જવા કહ્યું હતું.

નેતન્યાહુએ પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, અમે તે તમામ જગ્યાઓને કાટમાળમાં ફેરવી દઈશું જ્યાં હમાસ તૈનાત છે અને છુપાયેલ છે. 'હું ગાઝાના રહેવાસીઓને કહેવા માંગુ છું કે તે જગ્યાઓ છોડી દે કારણ કે અમે દરેક જગ્યાએ બળપૂર્વક કાર્યવાહી કરીશું.' નેતન્યાહુની ચેતવણી ઇઝરાયેલમાં યુદ્ધની સ્થિતિ જાહેર કર્યાના એક દિવસ પછી આવી હતી.


  • Follow us on: