- જાપાનમાં સિંગાપુર એરલાઈન્સના વિમાનમાંથી અચાનક ધૂમાડો નીકળતા તંત્ર ચિંતિત
- એરપોર્ટ તંત્રએ તાબડતોબ રન-વેને હંગામી રીતે બંધ કરી દીધું હતું
- સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
જાપાન દેશના નારિતા શહેરમાં આવેલા એરપોર્ટ પર સોમવારે સવારના સમયે ભારે ચકચાર મચી ગયો હતો. જ્યારે લેન્ડિંગ થઈ રહેલા સિંગાપુર એરલાઈન્સના વિમાનમાંથી અચાનક ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. આ ઘટનાને પગલે તાબડતોબ એરપોર્ટ વહીવટી તંત્રએ એરપોર્ટના રન-વેને હંગામી રીતે બંધ કરી દીધો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ. એકપણ યાત્રી ઈજાગ્રસ્ત કે કોઈ મરણની ઘટના સામે નહોતી આવી.













