મિડલ ઈસ્ટમાં અત્યારે ભીષણ યુદ્ધ કરતાં પણ ભયંકર સ્થિતિ બનેલી છે. ઈઝરાયલમાં ગયા વર્ષે હમાસે કરેલા આતંકવાદી હુમલા બાદ બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલુ છે ત્યારે બીજી બાજું ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે પણ ઘણા સમયથી નવા મોરચે લડાઈ શરૂ થઈ છે.


ઈઝરાયલે બંકર બસ્ટર બોમ્બથી લેબેનોનમાં વિનાશ વેર્યો છે. હિઝબુલ્લાના હેડ કવાર્ટર ઉપર 60 બંકર રોકેટ છોડયા છે. આ વિનાશકારી હુમલામા હિઝબુલ્લાના વડા નસરુલ્લા મોતને ભેટયો હોવાની ખબર છે. જો કે, આ અંગેની હજી સ્પષ્ટ જાણકારી સામે આવી બાકી છે. દાવો એવો પણ કરાયો છે કે, ઈઝરાયલના આ હુમલામાં નસરુલ્લાની દીકરી અને તેના ભાઈ હાશીમ શફી અળ દીનનું મોત થયું છે. હાશીમ હિઝ્બ કાર્યકારી પરિષદનો ચીફ હતો.

દક્ષિણી લેબેનોનમાં 300 કરતાં વધુ એર સ્ટ્રાઈક

ઈઝરાયલે છેલ્લા 24 કલાકમાં બેરુતથી લઈ દક્ષિણી લેબેનોનમાં 300થી વધુ એર સ્ટ્રાઈક કરી છે. ઈઝરાયલની એર ફોર્સે આ દરમિયાન 400થી વધુ ટાર્ગેટનો કચ્ચરઘાણ વાળી દીધો છે. એવી ઈમારતોને નાશ કરી દીધી જેમાં હિઝબુલ્લાના ઠેકામા હતા. હિઝબુલ્લાની હથિયારના ગોડાઉનનો વિનાશ કર્યો હતો. હિઝબુલ્લાના રોકેટ અને મિસાઈલ લોંચ સાઈટ કાટમાળમાં ફેરવી દીધી હતી. 

ઈઝરાયેલ દેશના આ બોમ્બ ધડાકામાં હિઝબુલ્લાના એક ડઝનથી વધુ લડવૈયાઓ માર્યા ગયા હતા જ્યારે ઈઝરાયેલે મોહમ્મદ હુસૈન સરૂરને ઠાર મરાયો હતો. મોહમ્મદ હુસૈન સરૂર હિઝબુલ્લાહનો એરફોર્સ ચીફ હતો. આ સિવાય સરૂર હિઝબુલ્લાહનો ડ્રોન નિષ્ણાત પણ હતો. પરંતુ હવે ઈઝરાયલે આનો પણ અંત લાવી દીધો છે.

ઈઝરાયલી ઈન્ટેલિજન્સે સરુરના લોકેશન પર નજર રાખી હતી. આ પછી આઈડીએફે બેરૂતમાં તે બિલ્ડિંગને નિશાન બનાવ્યું જેમાં સરૂર છુપાયેલો હતો. જોરદાર વિસ્ફોટમાં હિઝબુલ્લાહના એરફોર્સ ચીફ સરૂરનું પણ મોત થયું હતું. સરૂરની હત્યા હિઝબુલ્લાહ માટે અત્યાર સુધીનું સૌથી મોટી ખોટ માનવામાં આવે છે કારણ કે તે રોકેટ, ડ્રોન અને તમામ હવાઈ હુમલામાં નિષ્ણાત હતો. સરુર એટલું મોટું નામ હતું કે ઈઝરાયેલની સેનાએ બેન્જામિન નેતન્યાહૂ પાસેથી તેને મારી નાખવાનો ઈમરજન્સી ઓર્ડર લીધો હતો.

ઈઝરાયલના PM નેતન્યાહૂએ ઓર્ડર આપ્યો

ઈઝરાયલના વડાપ્રધાન બેંઝામિન નેતન્યાહૂએ અમેરિકા જવા માટે વિમાનમાં બેસતા પહેલા આઈડીએફને જરૂરી આદેશ આપ્યા હતા. આઈડીએફે સરૂરને સમાપ્ત કરવા આદેશ આપવા મંજૂરી માંગી હતી. જો કે પીએમ નેતન્યાહૂએ પણ સરૂરને મારવાની ઈમરજન્સી ઓર્ડર આપ્યો હતો. અમેરિકા પહોંચ્યા પછી નેતન્યાહૂએ કહ્યું કે, ઈઝરાયલની યોજના ખૂબ જ સ્પષ્ટ છે. અમે અમારી સંપૂર્ણ શક્તિથી હિઝબુલ્લા ઉપર હુમલા કરીશું. અમે ત્યાં સુધી નહીં રોકાઈએ જ્યાં સુધી છેલ્લું ટાર્ગેટ અમને નહીં મળે.

હિઝબુલ્લાહના મોટાભાગના કમાન્ડર મોતને ભેટી ચુક્યા છે

આ અગાઉ તેના મોટા ભાગના કમાન્ડરો માર્યા ગયા હતા. આઈડીએફ હવે બ્લેડ મિસાઈલ વડે પિન પોઈન્ટ એટેક કરીને હિઝબુલ્લાના નેતૃત્વને ખતમ કરી રહ્યું છે. 36 કલાકની અંદર હિઝબુલ્લાના બે સિનિયર કમાન્ડર અને નસરુલ્લાહના ભાઈ હાશિમ માર્યો ગયો હતો.  

  • Follow us on: