• મંગળ ગ્રહ પર રોવર દ્વારા ઓક્સિજન જનરેટ કરવાનો પ્રયોગ કરાયો
  • NASAના રોવર સાથે મોકલવામાં આવેલ MOXIE કરશે મદદ
  • MOXIE દ્વારા મંગળ પર 122 ગ્રામ ઓક્સિજન કર્યો તૈયાર

અમેરિકન સ્પેસ એજન્સી NASAએ મંગળ પર એક એવું પરાક્રમ કર્યું છે, જેના કારણે આ ગ્રહને મનુષ્ય માટે ઘર બનાવી શકાય છે. મંગળ પર ઉત્પાદિત ઓક્સિજન તૈયાર કરવામાં આવ્યો છે.

MOXIE દ્વારા મંગળ પર 122 ગ્રામ ઓક્સિજન કર્યો તૈયાર

મનુષ્ય માટે પૃથ્વી પછી મંગળ ગ્રહ પર જીવનની શોધ કરતું NASA અનેક શોધખોળ કરી રહી છે. તેવામાં અમેરિકન સ્પેસ એજન્સી નાસા આ ગ્રહ પર માનવ મોકલવાની તૈયારી કરી રહી છે. અબજોપતિ એલોન મસ્કની સ્પેસએક્સ કંપની પણ મંગળ પર માનવ વસાહત બાંધવામાં વ્યસ્ત છે. જો કે, મંગળ ગ્રહ પર કોઈ ઓક્સિજન નથી, જેનો અર્થ છે કે મનુષ્ય ત્યાં ટકી શકશે નહીં. જોકે, હવે નાસાએ આ પડકારને પણ પાર કરી લીધો છે.

NASAએ તેના એક બ્લોગમાં જણાવ્યું કે,  મંગળ પર સફળતાપૂર્વક ઓક્સિજન તૈયાર કર્યો છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું પર્સિવરેન્સ રોવર મંગળ ગ્રહ પર પરિક્રમા કરી રહ્યું છે. NASAએ જણાવ્યું કે રોવર દ્વારા ઓક્સિજન જનરેટ કરવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જે સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે. આ રીતે લાલ ગ્રહ પર આખરે ઓક્સિજન તૈયાર કરવામાં આવ્યો છે. નાસાના આ સફળ પ્રયોગે મનુષ્ય માટે મંગળ પર સ્થાયી થવાનો માર્ગ ખોલી દીધો છે. 


ઓક્સિજન કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો?

અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT) એ માઇક્રોવેવ-ઓવન સાઇઝનું ઉપકરણ તૈયાર કર્યું છે. આ MOXIE તરીકે ઓળખાય છે. NASAએ કહ્યું કે MOXIEને રોવર સાથે મંગળ પર મોકલવામાં આવ્યું હતું. તેની મદદથી મંગળ પર હાજર કાર્બન ડાયોક્સાઈડમાંથી ઓક્સિજન તૈયાર કરવામાં આવ્યો છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે આ પરીક્ષણથી સાબિત થયું છે કે મંગળના વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઈડને આપણે ઓક્સિજનમાં બદલી શકીએ છીએ. આનાથી આપણું ભાવિ મંગળ મિશન વધુ સરળ બનશે.

NASAએ MOXIE દ્વારા 122 ગ્રામ ઓક્સિજન તૈયાર કર્યો છે. ભલે તે ઘણું ઓછું લાગે છે, પરંતુ આ ઉપકરણએ અપેક્ષા કરતા વધુ ઓક્સિજન ઉત્પન્ન કરીને બતાવ્યું છે. MOXIE દ્વારા તૈયાર કરવામાં આવેલ ઓક્સિજન 98 ટકા કે તેનાથી વધુ શુદ્ધ હોય છે. નાસાનું કહેવું છે કે ઓક્સિજનનો ઉપયોગ માત્ર શ્વાસ લેવા માટે જ નહીં, પરંતુ તેનો ઉપયોગ ઈંધણ તરીકે પણ થઈ શકે છે. નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચંદ્ર અને મંગળ જેવા સ્થળો પર આધાર બનાવવા માટે આ ટેક્નોલોજી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

MOXIE કેવી રીતે કામ કરે છે?

નાસાના રોવર સાથે મોકલવામાં આવેલ MOXIE ઉપકરણ ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. તે મંગળના વાતાવરણમાં હાજર કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 ના દરેક પરમાણુમાંથી એક ઓક્સિજન અણુને અલગ કરે છે. આ પછી કાઢવામાં આવેલા ઓક્સિજન પરમાણુનું વિશ્લેષણ કરવામાં આવે છે, જેથી તે જાણી શકાય કે તે કેટલો શુદ્ધ છે. આ સાથે ઓક્સિજન ગેસ ઉત્પન્ન થાય છે તેની પણ તપાસ કરવામાં આવે છે. આ ટેક્નોલોજી દ્વારા અવકાશયાત્રીઓ મંગળ પર લાંબા સમય સુધી રહી શકશે. 

  • Follow us on: