- ભૂકંપનું કેન્દ્ર વિગાથી લગભગ 120 કિમી દૂર
- સ્થાનિક અધિકારીઓએ રહેવાસીઓને સાવચેત રહેવા કહ્યું
- ઓથોરિટીએ આફ્ટરશોક્સ આવવાની સંભાવના દર્શાવી
યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ જણાવ્યું હતું કે મંગળવારે ફિલિપાઈન્સમાં વિગાના દરિયાકિનારે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર વિગાથી લગભગ 120 કિમી પૂર્વમાં 45 કિમીની ઊંડાઈએ હતું નોંધાયું હતું. સ્થાનિક અધિકારીઓએ રહેવાસીઓને આફ્ટરશોક્સ અને સંભવિત નુકસાન અંગે ચેતવણી આપી હતી. ભૂકંપની સંભવિત અસર અંગેના અહેવાલો હજુ આવવાના બાકી છે.
ફિલિપાઈન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજી (ફિવોલ્ક્સ) એ અસરગ્રસ્ત પ્રાંતોના કિનારાની નજીક રહેતા લોકોને કિનારાથી દૂર જવા વિનંતી કરી ચેતવણી આપી કે દરિયામાં સામાન્ય ભરતી કરતા એક મીટર કરતા ઓછી ઊંચાઈના મોજા આવી શકે છે. બંધ ખાડીઓ અને સ્ટ્રેટમાં તેનું પ્રમાણ વધુ હોઈ શકે છે.













