• તુર્કી અને સીરિયામાં ભૂકંપમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા
  • 54 દિવસ બાદ માસૂમ બાળક અને માતાનું મિલન
  • આખરે બંનેનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો અને મેચ થયા

તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે આવેલા ભૂકંપમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને લાખો લોકો બેઘર બન્યા હતા. આ દરમિયાન 128 કલાક કાટમાળમાં ફસાયેલા બે મહિનાના બાળકને જીવિત બહાર કાઢવામાં આવતાં ચમત્કાર જોવા મળ્યો હતો. બચાવી લીધા બાદ આ બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકો તેને ચમત્કાર ગણાવી રહ્યા હતા. બાળકની માતાનું મૃત્યુ થયું હોવાનું મનાય છે.

હવે આ મામલે વધુ એક ચમત્કાર સામે આવ્યો છે જેના પર તમે ભાગ્યે જ વિશ્વાસ કરી શકો. હકીકતમાં આ માસૂમની માતા જીવિત છે. આ ચમત્કાર ભૂકંપના 54 દિવસ પછી થયો હતો. આખરે બંનેનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો અને મેચ થઈ ગયા હતા. તે ખરેખર કોઈ ચમત્કારથી ઓછું નથી. જ્યારે બાળકની માતા આટલા દિવસો બાદ બચી છે.

54 દિવસ પછી માતા મળી

તુર્કીમાં ભૂકંપ પછી 128 કલાક કાટમાળ નીચે વિતાવનાર બાળકની આ તસવીર કદાચ તમને યાદ હશે. એમ યુક્રેનના મંત્રી એન્ટોન ગેરાશચેન્કોએ સોમવારે જણાવ્યું હતું. કહેવામાં આવ્યું હતું કે, બાળકની માતાનું અવસાન થયું છે. પરંતુ હવે માતા જીવંત સામે આવી છે અને માતા પુત્રનું મિલન થયું છે.તેને અન્ય હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. 54 દિવસ બાદ ડીએનએ ટેસ્ટ પછી તેઓ પાછા એકસાથે જોવા મળ્યા છે.

128 કલાક સુધી કાટમાળમાં ફસાયા બાદ જ્યારે બચાવકર્તાઓએ માસૂમને શોધી કાઢ્યો તો તેમણે તેની માતાને શોધવાના ખૂબ પ્રયાસ કર્યા હતો. પરંતુ ઘણા પ્રયત્નો બાદ પણ તે માસૂમની માતાને શોધી શક્યા ન હતા. ત્યારબાદ બચાવકર્મીઓએ માસૂમની માતાને મૃત હોવાનું માની લીધું હતું. જો કે, બાળકની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સ માતા માટે પ્રાર્થના કરી રહ્યા હતા જેને હવે સ્વીકારી લેવામાં આવી છે. 54 દિવસ પછી બાળકને તેની માતા મળી છે.


  • Follow us on: