મિસ સ્વિટર્ઝલેન્ડની પૂર્વ ફાઈનલિસ્ટ ક્રિસ્ટિના જોક્સિમોવિચને તેના જ પતિને નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. આરોપી પતિ એટલો ગુસ્સામાં હતો કે પહેલા મૃતક પત્નીની લાશના ટુકડા-ટુકડા કરી અને આ ટુકડાને બ્લેન્ડમાં નાખીને પ્યૂરીની જેમ બનાવી દીધા હતા. આ રૂંવાડા ઊભા કરતી હત્યા કરી આોપી પતિ હવે એવો દાવો કરી રહ્યા છે કે તેને આત્મરક્ષા માટે પત્નીનું મર્ડર કર્યું હતું.


સ્વિસ મોડલ ક્રિસ્ટિના જોક્સિમોવિચના પતિ થોમસે હવે આત્મરક્ષાનું બહાનું કાઢીને હત્યા કરવાની વાત સ્વીકારી છે. મિસ સ્વિટર્ઝલેન્ડની પૂર્વ ફાઈનલિસ્ટ ક્રિસ્ટિના જોક્સિમોવિચની એક મિત્રએ કેટવોક કોચની હત્યા પછી જણાવ્યું કે તેને લાગે છે કે, તે એક આદર્શ પરિવાર છે.

રૂંવાડા ઊભા કરે તેવી હત્યા કરી

સ્વિસ મોડલ ક્રિસ્ટિના જોક્સિમોવિચના પતિ થોમસે હવે આત્મરક્ષાનું બહાનું કાઢીને હત્યા કરવાની વાત સ્વીકારી છે. મિસ સ્વિટર્ઝલેન્ડની પૂર્વ ફાઈનલિસ્ટ ક્રિસ્ટિના જોક્સિમોવિચની એક મિત્રએ કેટવોક કોચની હત્યા પછી જણાવ્યું કે તેને લાગે છે કે તે એક આદર્શ પરિવાર છે. મળતી માહિતી અનુસાર ક્રિસ્ટિનાની લાશના અવશેષોને તેના પતિ થોમસે બ્લેન્ડરમાં પ્યૂરી કરી નાંખ્યા હતા. થોમસે ક્રિસ્ટિના જોક્સિમોવિચની સાથે વર્ષ-2017માં લગ્ન કર્યા હતા અને તેઓના બે બાળકો પણ છે. લાશના પોસ્ટમોર્ટમ અનુસાર, ક્રિસ્ટિનાના શરીરના કપડાં ધોવા માટે રૂમમાં એક આરી, ચપ્પુ અને બગીચાની મોટી કાતરનો ઉપયોગ કરીને મોડલના શરીરના નાના ટુકડા કરવામાં આવ્યા હતા.


મળતી માહિતી અનુસાર, ત્યારબાદ મૃતક પત્નીના અવશેષોને હેન્ડ બ્લેન્ડર, 'પ્યૂરી' વડે કાપીને એસિડનાં દ્રાવણમાં ઓગાળી દેવામાં આવ્યા હતા, સ્થાનિકો અનુસાર. 38 વર્ષીય કેટવોક કોચ ક્રિસ્ટિના જોક્સિમોવિચ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી. તેના પતિ થોમસે સ્વ-બચાવનો દાવો કરતાં હત્યાની કબૂલાત કરી છે. તેણે કહ્યું કે, તેણે તેના પર છરી વડે હુમલો કર્યો હતો.

હત્યારા પતિએ સ્વબચાવનું બહાનું ધર્યું

જો કે, રિપોર્ટ આત્મરક્ષાની તેની વિગતને ફગાવે છે. કોર્ટના ચુકાદાથી સંકેત મળે છે કે મૃતક ક્રિસ્ટિના જોક્સિમોવિચનું મોત પહેલા ગળું દબાવીને કરવામાં આવ્યું હતું. આરોપી થોમસને ક્રિસ્ટિનાની લાશ મળ્યાના આગલા દિવસે જ ધરપકડ કરી લેવામાં આવી હતી. શરૂઆતમાં આરોપી પતિએ દાવો કર્યો હતો કે, તેને ક્રિસ્ટિનાને મૃત અવસ્થામાં મળી આવી હતી. ત્યારબાદ ગભરાઈને તેની લાશના ટુકડા-ટુકડા કરી નાંખ્યા હતા.

મળતી માહિતી અનુસાર, તપાસ દરમિયાન આ કેસમાં આરોપી પતિ થોમસ માનસિક બીમાર હોવાના નક્કર પુરાવા મળ્યા છે. આ દંપતી બેસલના એક પોશ વિસ્તારમાં એક મોટા ઘરમાં રહેતું હતું. પોતાના મોતના ઠીક ચાર દિવસ પહેલા મૃતક ક્રિસ્ટિનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર યુગલના પલાયનની ઈમેજ શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, ક્રિસ્ટિના જોક્સિમોવિચ વર્ષ-2007માં મિસ સ્વિટર્ઝલેન્ડ હરિફાઈમાં ફાઈનલિસ્ટ રહી હતી. આ ઉપરાંત પહેલા મિસ નોર્થવેસ્ટ સ્વિટર્ઝલેન્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો. પછી તે કેટવોક કોચ બની ગઈ હતી. 

  • Follow us on: