રશિયન સૈન્યમાં ફસાયેલા 45 ભારતીયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ પછી મુક્ત કરી દેવામાં આવ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, 45 ભારતીયોને રશિયન સૈન્યથી કાર્યમુક્ત કરવામાં આવ્યા છે અને જલ્દી આશરે 50 લોકોને સ્વદેશ મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, 45 ભારતીયોમાંથી 35ને જુલાઈમાં વડાપ્રધાન મોદી દ્વારા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સમક્ષ ઉઠાવાયા બાદ છોડાયા છે.


   


રશિયન સૈન્યમાં ભરતી ભારતીયોના મુદ્દા ભારત-રશિયા સંબંધોમાં એક મડાગાંડના રૂપમાં સામે આવ્યું છે. પીએમ મોદીએ જુલામાં રશિયાના પ્રવાસ દરમિયાન મૉસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિનની સાથએ પોતાની વાતચીત દરમ્યાન રશિયન સેનામાં કામ કરતા ભારતીય નાગરિકોને જલ્દી કાર્ય મુક્ત કરવાના મુદ્દાને જોરદાર ઉઠાવ્યો હતો. ત્યારબાદ રશિયાના રાષ્ટ્રપતિએ પોતાના સૈન્ય અધિકારીઓને આદેશ આપી આ કાર્યને જલ્દી પૂર્ણ કરવા જણાવ્યું હતું.

અન્ય યુવકો પણ જલ્દી ઘરે આવશે

ભારતીય નવયુવકો કબૂતરબાજીથી રશિયામાં સારી નોકરીની ઓફર આપી ત્યાં લઈ ગયા હતા, ત્યારબાદ ત્યાં રશિયન સૈન્યમાં ભરતી કરાવ્યા હતા. જ્યાં યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યા હતા. ઘણા ભારતીય જવાનોએ જ્યારે પોતાનો વીડિયો શેર કરી પીડા વ્યક્ત કરી તો આ મુદ્દો પીએમ મોદી સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ તેને મુક્ત કરવાની શરૂઆત થઈ. બે દિવસ પહેલા છ ભારતીયોને સ્વદેશ મોકલાયા અને બીજા જલ્દી જ સ્વદેશ આવશે. 50થી વધુ ભારતીય નાગરિક હજી પણ રશિયન સૈન્યમાં કાર્યરત છે, જેને અમે કદાચ કાર્ય મુક્ત કરાવાનો પ્રયાસ કરીશું.

  • Follow us on: