પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ નવાઝ શરીફના લગભગ 10 વર્ષ બાદ ફરી રાજનીતિમાં સક્રિય થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. ઇસ્લામાબાદમાં તેમના નામની ચર્ચાઓ તેજ થઇ રહી છે. નવાઝ શરીફના ભાઇ શહબાઝ શરીફ હાલ પાકિસ્તાનના પીએમ તરીકે કાર્યરત છે. રાષ્ટ્રપતિની સત્તા બિલાવર ભુટ્ટોના પિતા આસિફ અલી ઝરદારી પાસે છે. ત્યારે રાષ્ટ્રપતિનું સુકાન હવે કોણ સંભાળે તે માટે અટકળો તેજ થઇ છે.


રાષ્ટ્રપતિના પદ માટે ચર્ચા કેમ થઇ શરુ ?

વર્ષ 2024માં જ્યારથી પીએમએલ-એનની સરકાર બની છે. ત્યારથી તેમની સ્થિતિ યોગ્ય નથી જોવા મળી. ત્યારે નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનને આસિફ અલી ઝરદારી સાથે મજબૂરીમાં સોદો કરવો પડ્યો હતો. અને રાષ્ટ્રપતિનું સુકાન આસિફ અલી ઝરદારીને સોંપવામાં આવ્યુ હતુ. પરંતુ હવે જ્યારે પાકિસ્તાનમાં પરિસ્થિતિ બદલાઇ છે. ત્યારે રાષ્ટ્રપતિના સુકાન માટે નવુ નામ વિચારવામાં આવી રહ્યુ છે.

અસિમ મુનીરના નામની ઉગ્ર ચર્ચાઓ

પાકિસ્તાનની રાજનીતિમાં અસિમ મુનીરના રાષ્ટ્રપતિ બનવા માટેની ઉગ્ર ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ ઝરદારીની પાર્ટી અને શહબાઝ શરીફની પાર્ટી સિંધુ-પંજાબમાં આમને-સામને છે. એક તરફ સિંધુના જળ માટે મરિયમ નવાઝ સિંધ તરફ અકક્ડ બનીને ઉભા છે. ત્યાં જ ઝરદારી પંજાબની રાજનીતિમાં પગ જમાવવા પ્રયાસ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ પદ સંવૈધાનિક અને સર્વોચ્ચ પદ છે. વર્ષ 1956માં ઇસ્કંદર અલી મિર્ઝા પાકિસ્તાનના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં સેનામાંથી આવનાર 4 વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળી ચુક્યા છે. આસિફ અલી ઝરદારી પ્રથમ એવા વ્યક્તિ છે જે બે વાર રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરાયા છે. 

  • Follow us on: