અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની ભયાનક અસર હવે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાઓમાં જોવા મળી રહી છે. પશ્ચિમ એશિયાના અત્યંત જોખમી ગણાતા દરિયાઈ વિસ્તારોમાં કામ કરતા આશરે 23,000 ભારતીય ખલાસીઓ હાલમાં મોતના સાય હેઠળ જીવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ભારતીય ક્રૂ ધરાવતા જહાજો પર અનેક જીવલેણ હુમલા થયા છે, જેમાં અત્યાર સુધીમાં ત્રણ ભારતીય ખલાસીઓએ જીવ ગુમાવ્યા હોવાના દુઃખદ સમાચાર છે.


હુમલાઓમાં વધારો અને ભયનો માહોલ

સરકારી આંકડાઓ અનુસાર, યુદ્ધ શરૂ થયા બાદ ભારતીય જહાજો અથવા ભારતીય ખલાસીઓ ધરાવતા વિદેશી જહાજો પર ઓછામાં ઓછા નવ મોટા હુમલા કરવામાં આવ્યા છે. સૌથી તાજેતરની ઘટના 5 માર્ચે બની હતી, જ્યારે 10 ભારતીય ખલાસીઓ સાથેના 'સોનાંગોલ નામીબે' જહાજ પર ઈરાકી બંદર નજીક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. સદનસીબે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ખલાસીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

સરકાર પાસે સુરક્ષાની માંગ

પરિસ્થિતિની ગંભીરતાને જોતા, ભારતીય ખલાસી સંગઠનોના પ્રતિનિધિઓએ મુંબઈમાં શિપિંગ મહાનિર્દેશાલયના વડા સાથે મુલાકાત કરી છે. 'ફોરવર્ડ સીમેન યુનિયન'ના જનરલ સેક્રેટરી દ્વારા માગ કરવામાં આવી છે કે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય તાત્કાલિક હસ્તક્ષેપ કરે. તેમણે આ ખલાસીઓને ભારતીય નૌકાદળ (Indian Navy) દ્વારા સુરક્ષા કવચ પૂરું પાડવા અથવા તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની વિનંતી કરી છે.

ઓમાનના અખાતને અત્યંત જોખમી ક્ષેત્રો જાહેર કરાયું

હાલમાં હોર્મુઝ સ્ટ્રેટ, પર્સિયન ગલ્ફ અને ઓમાનના અખાતને અત્યંત જોખમી ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં અત્યારે ભારતીય ધ્વજ ધરાવતા 36 જેટલા જહાજો હાજર છે. યુદ્ધની સ્થિતિને જોતા દરિયાઈ સુરક્ષા એજન્સીઓએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. જો ભારત સરકાર દ્વારા વહેલી તકે કોઈ મોટું મિશન હાથ ધરવામાં નહીં આવે, તો આ હજારો ભારતીય પરિવારોના કમાઉ સભ્યો પર મોટું સંકટ આવી શકે છે.

આ પણ વાંચોઃ ઇરાને Americaની 5,000 કિમી રેન્જવાળી 'સર્વેલન્સ આંખ' મિસાઈલ હુમલામાં ફૂંકી મારી


  • Follow us on: