ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ઘણા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું છે અને આ બે દેશો વચ્ચેના ઘર્ષણમાં હાલ આખી દુનિયા ચિંતાતુર થઈ છે. એવામાં હાલ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે ખરેખર આશ્ચર્ય પમાડનારા છે કેમકે ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધમાં હવે અમેરિકાએ મોટી એંટ્રી મારી હોય એવા સમાચાર મળી રહ્યા છે.


આયાતુલ્લાહ ખામેનીની હત્યાની યોજના

મળતી માહિતી મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હાલ ખૂબ મોટા આરોપ લાગી રહ્યા છે અને આ આરોપ એક રાષ્ટ્રના લીડરની હત્યાના કાવતરા સાથે જોડાયેલા છે. વિશ્વ રાજકારણમાં હાલ એવી વાતો થઈ રહી છે કે ઈઝરાયલ અને અમેરિકા ભેગા મળીને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવાની યોજના બનાવી રહ્યા છે. ઈરાનમાં પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે નેતન્યાહુ અને ટ્રમ્પ વિરુદ્ધ ઘાતક ફતવો બહાર પાડવામાં આવશે જો આમ થાય છે તો વિશ્વયુદ્ધની નોબત આવી શકે છે.

નેતન્યાહુ અને ટ્રમ્પની ઘાતક યોજના

એવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે મધ્ય પૂર્વમાં શાંતિ લાવવા માટે હાલ બે મહાન દેશના લીડરો નેતન્યાહુ અને ટ્રમ્પ એક ઘાતક યોજના બનાવી રહ્યા છે જે આખી દુનિયાને સંકટમાં મૂકી શકે એમ છે. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન કાત્ઝે ફરી એકવાર એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ઈઝરાયલની ગુપ્તચર એજન્સીઓ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવાની યોજના પર કામ કરી રહી છે. આ સમાચાર બાદ હાલ ફરી એકવાર મધ્ય પૂર્વમાં તણાવ વધવાના અણસાર લાગી રહ્યા છે.

ઈઝરાયલની એજન્સીઓ ટાર્ગેટ કિલિંગ માટે પ્રખ્યાત

ઈઝરાયલી સંરક્ષણ પ્રધાનના નિવેદન બાદ મામલો વધારે બીચકાયો છે કેમકે આખી દુનિયાને ખબર છે કે ઈઝરાયલની ગુપ્તચર એજન્સીઓ ટાર્ગેટ કિલિંગ માટે પ્રખ્યાત છે. મળતી માહિતી મુજબ ઈઝરાયલની ગુપ્તચર એજન્સીઓના લિસ્ટમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેની, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, ખામેનીના પુત્ર મુજતબા ખામેની, ઈરાનના સીડીએસ અબ્દુલ રહીમ મોસાવી, ખામેનીના સલાહકાર અલી શામખાની વગેરે જેવા નેતાઓ હોય શકે છે. 

  • Follow us on: