અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે BRICS તૂટી રહ્યુ છે અને તેના સદસ્યો દેશ તેનાથી બહાર નીકળી રહ્યા છે. તેમણે કહ્યુ કે BRICS અમેરિકી ડોલર પર હુમલો હતો, જેમાં તેમણે ટેરિફ લગાવીને રોકી દીધો. નિષ્ણાતો માને છે કે ટ્રમ્પના દાવાઓ છતાં, બ્રિક્સનો પ્રભાવ અને વિસ્તરણ સતત વધી રહ્યું છે.


અનેક દેશો બ્રિકસમાંથી નીકળી રહ્યા છે બહાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર આ દાવો કર્યો છે કે BRICS સમૂહ તૂટી રહ્યો છે અને દરેક દેશનો આ સમૂહથી બહાર નિકળી રહ્યા છે. તેમણે કહ્યુ કે હર કોઇ દેશ BRICSથી બહાર નિકળી રહ્યા છે. કોઇ પણ તેના વિશે વાત કરી રહ્યું નથી. બ્રિક્સ ડોલર પર હુમલો હતો, અને મેં તે બધા દેશો પર ટેરિફ લાદવાની ધમકી આપી હતી.

વેપારિક ક્ષેત્રમાં અમેરિકી ડોલરની વૈશ્વિક પ્રભુસત્તાને પડકાર

રાષ્ટ્રપતિ ટ્રમ્પે જોર આપીને કહ્યુ કે, હું ડોલર પર ખૂબ જ સખ્ત છું અને જો કોઇ પણ ડોલરમાં વેપાર કરવા ઇચ્છે છે. તેને એવા લોકો પર ફાયદો થશે જે આવું નથી કરવા ઇચ્છતા. જે કોઈ બ્રિક્સમાં રહેવા માંગે છે તે ઠીક છે, પરંતુ અમે તે દેશો પર ટેરિફ લાદીશું. બ્રિક્સ ડોલર પર હુમલો હતો. ટ્રમ્પનુ આ નિવેદન એ વેપાર વૈશ્વિક સંદર્ભમાં આવ્યા છે જેમાં BRICSના સદસ્ય દેશ, જેવા બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, મિસ્ત્ર, ઇથિપોપિયા, ઇરાન, યુએઇ અને ઇન્ડોનેશિયા, સંયુક્ત રૂપથી આર્થિક અને વેપારિક ક્ષેત્રમાં અમેરિકી ડોલરની વૈશ્વિક પ્રભુસત્તાને પડકાર આપી રહ્યા છે.

ટેરિફ લાદીને બ્રિક્સની પ્રગતિ અટકાવવાના દાવા

ટ્રમ્પનુ કહેવુ છે કે તેમણે ટેરિફ લગાવીને આ બ્લોકની પ્રગતિને રોકી દેવામાં આવ્યા છે. જોકે, નિષ્ણાતો અને આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોનુ માનવુ છે કે BRICS સંગઠન મજબૂત થઇ રહ્યા છે અને તેના સદસ્ય દેશોનો આર્થિક પ્રભાવ સતત વધી રહ્યો છે.

10 ટકા વધુ ટેરિફની ચેતવણી

ટ્રમ્પને વિશેષ રૂપથી ભારત અને અન્ય BRICS દેશો પર ટેરિફ લગાવવાની વાત કહી છે. સાથે જ 10 ટકા વધુ ટેરિફ ચેતવણી પણ આપવામાં આવી, તે પણ એ દેશોને જે BRICSમાં સામેલ થવા ઇચ્છે છે. તેમનુ આ રૂખ અમેરિકી ડોલરની વૈશ્વિક પ્રમુખ મુદ્રાના પદને સુરક્ષિત રાખવાની રણનીતિનો ભાગ માનવામાં આવે છે.


  • Follow us on: