ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે BRICS બેઠકમાં કહ્યુ કે અમેરિકા તરફથી લગાવવામાં આવેલા ટેરિફને દુનિયાની અર્થ વ્યવસ્થા અને વેપાર નિયમોને નુકસાન પહોંચાડી રહ્યુ છે. એટલાં માટે BRICS દેશોએ એકજૂટ છઇને તેનો મુકાબલો કરવો જોઇએ. તેમણે ગ્લોબલ સાઉથના દેશોનો અવાજ મજબૂત કરવા, વૈશ્વિક શાસન પ્રણાલીમાં સુધાર લાવવા અને સંસાધનોને વધારે સારૂં બનાવવા પર જોર આપ્યુ છે.


ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા વિના કર્યો પ્રહાર

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા ડી સિલ્વાની આગેવાનીમાં આયોજિત BRICS નેતાઓની બેઠકને વીડિયો લિંક દ્વારા સંબોધિત કરતા શી જિનપિંગે કહ્યુ કે આજની દુનિયામાં 100 વર્ષમાં ન જોવા મળેલા બદલાવ ઝડપથી થઇ રહ્યા છે. કેટલાંક દેશો જે વેપાર અને ટેરિફ યુદ્ધ છેડી રહ્યા છે. તેઓ વૈશ્વિક અર્થતંત્રને વિક્ષેપિત કરી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય વેપાર નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જોકે, તેમણે સીધુ અમેરિકા કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધું ન હતું.

BRICS દેશોએ હળીમળીને કામ કરવુ જોઇએ

શી જિનપિંગે કહ્યુ કે આ સમય BRICS દેશોએ સાથે હળીમળીને કામ કરવું જોઇએ. એક બીજા માટે ખુલ્લુ અને સહયોગી રહેવુ જોઇએ, જેથી આંતરરાષ્ટ્રીય વેપાર અને નિયમોની રક્ષા થઇ શકે અને પરસ્પર સમજૂતી અને મજબૂત બને.તેમણે જોર આપીને BRICS દેશોને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વધારે લોકતંત્રને પ્રોત્સાહન આપવું જોઇએ અને ગ્લોબલ સાઉથના દેશોનો અવાજ અને પ્રતિનિધિત્વને મજબૂત કરવું જોઇએ. સાથે જ, વૈશ્વિક શાસન પ્રણાલીમાં સુધારીને કર સંસાધનોનો સારો ઉપયોગ કરવા અને માનવતા સામે આવતા પડકારનો સામનો કરવાની પણ વાત કહી હતી.

BRICS દેશો પોતાની શક્તિનો ઉપયોગ કરે

શી જિનપિંગે BRICS દેશોને અપીલ કરી કે તેઓ પોતાની શક્તિનો ઉપયોગ કરે, વ્યવહારુ સહકારને વધુ ઘનિષ્ઠ બનાવે અને વેપાર, નાણાં, વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં વધુ ઉત્પાદક બને. તેમણે કહ્યું, જો આપણે પોતાની જવાબદારીઓ નિભાવીએ અને એકબીજાનો ખ્યાલ રાખીએ, તો BRICS નો આ વિશાળકાય બોટ આંતરરાષ્ટ્રીય ઉતાર-ચઢાવને પાર કરીને વધુ મજબૂતી સાથે આગળ વધશે.


  • Follow us on: