ઓસ્ટ્રેલિયાની બીજી સૌથી મોટી ટેલીકોમ કંપનીની ટેકનિકલ ગડબડીના કારણે અનેક લોકો જરૂરિયાત સમયે ફોન પર મદદ ન માગી શક્યા, જેના કારણે 4 લોકોના મોત નીપજ્યા છે. સરકાર હવે દેશના આખા સંપર્ક તંત્રમાં બદલાવ કરવા જઇ રહી છે. પીએમ એન્થની અલ્બનીઝે કહ્યુ કે આ મામલે આખી તપાસ કરવામાં આવશે.


624 ફોન કોલ્સ કનેક્ટ થવામાં નિષ્ફળ ગયા

ઓપ્ટ્સ ઓસ્ટ્રેલિયાની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની છે, ગુરૂવારે એક ટેકનિકલ ખામીને કારણે 624 ફોન કોલ ઇમરજન્સી સેવા (000 નંબર) પર ફોન કોલ્સ કનેક્ટ થવામાં નિષ્ફળ ગયા.અમેરિકામા ઇરજન્સી સ્થિતિમાં લોકો 911 ડાયલ કરે છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં 000 પર કોલ કરવામાં આવે છે. જે કોલ દરમિયાન પ્રોબ્લેમ આવ્યો તેમાંથી 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા.

ટેલીકોમ કંપનીઓ પહેલા પણ લગાવી ચૂકી છે દંડ

આ પહેલી વખત નથી કે જ્યારે આ કંપની પર બેદરકારીનો આરોપ લાગ્યો હોય. ગયા વર્ષે નવેમ્બરમાં પણ નેટવર્ક બંધ થવા દરમિયાન મદદ માટે ફોન કરેલા લોકો સંપર્ક ન કરી શક્યા. જેના કારણે કંપની પર 1.2 કરોડ ઓસ્ટ્રેલિયાઇ ડોલર એટલે કે લગભગ 8 મિલિયન અમેરિકી ડોલરનો દંડ લગાવવામાં આવ્યો હતો. દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની ટેલ્સ્ટ્રાએ પણ ગયા વર્ષે ડિસેમ્બરમાં 30 લાખ ઓસ્ટ્રેલિયાઇ ડોલરનો દંડ આપવો પડ્યો હતો. કારણ કે તેમના કેન્દ્રમાં ટેકનિકલ ખામી આવવાથી લોકો સમય પર સંપર્ક ન કરી શક્યા.

કડક કાર્યવાહી કરશે ઓસ્ટ્રેલિયાઇ સૂચના મંત્રી

ઓસ્ટ્રેલિયાના માહિતી મંત્રી અનિકા વેલ્સે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે ઓપ્ટસ અને અન્ય તમામ કંપનીઓની જવાબદારી છે કે તેઓ મુશ્કેલીમાં હોય ત્યારે લોકોને માહિતીની અવિરત ઍક્સેસ મળે.

4 લોકોના મોત ક્યાં ક્યા થયા?

પશ્ચિમી ઓસ્ટ્રેલિયાની રાજધાની પર્થમાં એક 74 વર્ષના વૃદ્ધ અને એક 49 વર્ષના વ્યક્તિનુ મોત નીપજ્યુ છે. દક્ષિણી ઓસ્ટ્રેલિયાની રાજધાની એડિલેડમાં 68 વર્ષની એક મહિલા અને 8 સપ્તાહના એક બાળકનો જીવ ગયો.જોકે, સ્થાનિક પોલીસે જણાવ્યુ કે બાળકના મૃત્યુમાં ફોન કોલ ન જોડાવાની સમસ્યાની સીધી ભૂમિકા નથી. કારણ કે તેની દાદીએ તરત ફોનથી એમ્બ્યુલન્સને બોલાવી લીધા હતા.


  • Follow us on: