યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ભારત સહિત રશિયા સાથે વેપાર સંબંધ રાખનારા દેશો પર અમેરિકાનો ટેરિફ લગાવવાને સમર્થન આપ્યુ છે. તેમણે અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ કાર્યવાહીને સાચો વિચાર ગણાવ્યો. એક ઇન્ટરવ્યુ દરમિયાન ઝેલેન્સ્કીએ રશિયાના ઉર્જા વેપારને યુક્રેન વિરૂદ્ધ રશિયા રાષ્ટ્રપતિ પુતિનના હથિયાર ગણાવ્યા. તેમણે કહ્યુ કે આ ઓઇલ નિકાસની જરૂર છે.


ભારત પર કર્યો કટાક્ષ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે હાલમાં જ ચીનમાં થયેલી મુલાકાત વિશે ઝેલેન્સ્કીને પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યુ કે, મને લાગે છે કે રશિયા સાથે ડીલ કરનાર દરેક દેશો પર ટેરિફ લગાવવાનો વિચાર એક સાચો વિચાર છે. એટલે કે કટાક્ષમાં તેણે ભારત વિશે વાત કરી. મહત્વનું છે કે આ પહેલાં વડાપ્રધાન મોદી અને ઝેલેન્સ્કી સાથે ફોન પર પણ વાતચીત થઇ હતી.

ઝેલેન્સ્કીએ યુરોપીય દેશો ને પણ ઘેર્યા

યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયા સાથે ઉર્જા વેપાર ચાલુ રાખવાને લઇને યુક્રેનના યુરોપીય પાર્ટનર દેશો પર પણ હુમલો કર્યો છે. તેમણે કહ્યુ કે, અમે દરેક સમજીએ છે કે કે પૂતિન પર વધારાનુ દબાણ બનાવવાની જરૂર છે. અમને અમેરિકા તરફથી દબાણની જરૂર છે. અને મેં કહ્યું કે મને લાગે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ યુરોપિયન લોકો વિશે સાચા છે – હું બધા ભાગીદારોનો ખૂબ આભારી છું. પરંતુ તેમાથી કેટલાક હજી પણ રશિયા પાસેથી ઓઇલ અને ગેસ ખરીદી રહ્યા છે. આ યોગ્ય નથી... એટલે આપણે રશિયા પાસેથી કોઈપણ પ્રકારની ઊર્જાની ખરીદી બંધ કરવી જોઈએ... મને લાગે છે કે જે દેશો હજી પણ રશિયા સાથે સોદા કરી રહ્યા છે, તે દેશો પર ટેરિફ લગાવવાનો વિચાર યોગ્ય વિચાર છે.

ઝેલેન્સ્કીએ કહ્યું, આ હત્યારાને રોકવાનો માત્ર એક જ રસ્તો છે. તમારે તેમના હથિયારને હટાવવાની જરૂરત છે અને તેમનુ હથિયાર છે ઉર્જા..


  • Follow us on: