ચીનમાં એજિયાઓ માટે લાખો ગધેડાઓને મારી નાંખવામાં આવે છે. જેના કારણે ગધેડાઓની સંખ્યા ઘટી રહી છે. એજિયા ગધેડાના ચામડામાંથી બને છે. જેનો ઉપયોગ દવાઓ અને સૌદર્યના પ્રસાધનો બનાવવા માટે કરવામાં આવે છે. ચીનમાં ગધેડાઓની સંખ્યામાં ભારે અછત જોવા મળી રહી છે. તેથી ચીન હવે આફ્રિકામાંથી ગધેડાઓ લાવી રહ્યુ છે. પરંતુ આ વેપારમાં ગધેડાઓના અસ્તિત્વ પર મોટું સંકટ ઉભુ થયુ છે.


58 હજાર કરોડની ઇન્ડસ્ટ્રી પર તોળાતુ સંકટ

ચીન દુનિયામાં સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે. પરંતુ હાલના સમયમાં તેનું આ અર્થતંત્ર ચર્ચાનો વિષય બની છે. આ ચર્ચાનું મુખ્ય કારણ છે ગધેડાઓ. ચીનમાં ગધેડાઓ સાથે જોડાયેલી એક ઇન્ડસ્ટ્રી છે. જેની કિંમત 6.8 અરબ ડૉલર એટલે કે ₹58,000 કરોડ છે. હવે આ ઇન્ડસ્ટ્રી પર સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. જેના કારણે વૈશ્વિક પશુ અધિકાર સંગઠનો અને વેપારીઓને ચિંતામાં મુકી દીધા છે.

ગધેડાના ચામડામાંથી બની છે Ejiao

ચીનમાં બનાવવામાં આવતી પારંપરિક દવા Ejiaoએ ગધેડાના ચામડામાંથી તૈયાર કરવામાં આવે છે. આ દવા દ્વારા મહિલાઓની પ્રજનન ક્ષમતા વધારવામાં આવે છે. આ ઉપરાંત લોહી પરીભ્રમણ સુધારવા અને એન્ટી-એજિંગમાં સુધારો કરી શકાય છે. આ દવાની માગ વધતા ગધેડાઓની તસ્કરી અને તેમને મારી નાંખવાનું પ્રમાણ વધ્યુ છે. આ માગ પૂર્ણ કરવા માટે પરિસ્થિતિ એટલી હદે વિકટ બની છે કે, ચીનમાં ગધેડાઓની સંખ્યા ઘટી રહી છે. FAO એટલે કે Food and Agriculture Organizationના જણાવ્યા મુજબ ચીનમાં બે દશકમાં ગધેડાઓની સંખ્યા 76 ટકા ઓછી થઇ છે. ચીન હવે આફ્રિકા અને એશિયાના અન્ય દેશોમાંથી ગધેડાઓને મંગાવી રહ્યુ છે. જેના કારણે આ દેશોમાં પણ સંકટ તોળાઇ રહ્યુ છે.

ભારત સહિત અન્ય દેશોમાં વિરોધ પ્રદર્શન

ભારત સહિત અન્ય દેશોમાં ગધેડાઓની નિકાસ અને વધ કરવાની પ્રવૃત્તિ પર સખ્તી વધારવામાં આવી છે. તો આ સાથે જ આફ્રિકી દેશોમાં પણ આ ક્રૂર વેપાર પર રોક લગાવવા માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે. પશુ સંગઠનોએ જણાવ્યુ છે કે, ગ્રામિણ અર્થવ્યવસ્થા પણ ગધેડાઓના વેપારના કારણે નુકસાનમાં જઇ રહી છે. જો આ રીતે જ વેપાર ચાલતો રહેશે તો આગામી સમયમમાં ગધેડાઓની પ્રજાતિ વિલુપ્ત થઇ જશે. Ejiao માટે વૈકલ્પિક સુવિધા ઉભી કરવા માટે અપીલ કરવામાં આવી છે.

  • Follow us on: