આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA)એ વિશ્વના 15000 તેલ અને ગેસ ક્ષેત્રોના ડેટાનું વિશ્લેષણ કરીને ચોંકાવનારો રિપોર્ટ બહાર આવ્યો છે. એજન્સીએ ચેતવણી આપી છે કે, વૈશ્વિક તેલ અને ગેસના ભંડાર ઝડપથી ઘટી રહ્યા છે, જે આયાત પર નિર્ભર ભારત જેવા દેશો માટે મોટી ચિંતાનો વિષય છે. આ સ્થિતિ ઊર્જાની કિંમતોમાં વધારો કરી શકે છે અને પુરવઠામાં અવરોધ ઊભો કરી શકે છે



તો દર વર્ષે તેલ-ઓઈલનું ઉત્પાદન ઘટશે

નવા  રિપોર્ટમા તેલ અને ગેસ ક્ષેત્રોના ઘટાડાના પ્રભાવ’માં કહ્યું છે કે, તેલ અને ગેસ ઉદ્યોગમાં વાર્ષિક રોકાણનો 90% હિસ્સો માત્ર હાલના ક્ષેત્રોના કુદરતી ઘટાડાને રોકવા માટે ખર્ચાઈ રહ્યો છે. જો નવું રોકાણ નહીં થાય તો વૈશ્વિક તેલ ઉત્પાદન દર વર્ષે પ્રતિ દિવસ 55 લાખ બેરલ અને કુદરતી ગેસનું ઉત્પાદન 270 અબજ ઘન મીટર ઘટી જશે.


ભારત માટે ચિંતાનો વિષય

વૈશ્વિક ભંડારમાં ઝડપી ઘટાડો થવાથી ભારત માટે ઊર્જા પુરવઠામાં અવરોધ અને ભાવમાં વધારો થવાનો ખતરો વધી રહ્યો છે. ખાસ કરીને શેલ અને ઊંડા સમુદ્રી સ્ત્રોતોની ઝડપી કમી આ જોખમને વધુ ગંભીર બનાવે છે.


IEAએ ભારતને સૂચનો આપ્યા

આ પડકારને પહોંચી વળવા માટે એજન્સીએ ભારતને અનેક સૂચનો આપ્યા છે. એજન્સીએ કહ્યું છે કે, ભારતે કોઈ એક દેશ પરની નિર્ભર ન રહેવું જોઈએ. ભારતમાં તેલ અને ગેસ સંશોધનને વધુમાં વધુ પ્રોત્સાહન આપવું જોઈએ. ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે તેનો સંગ્રહ વધારવો જોઈએ અને ગ્રીન હાઈડ્રોજન, બાયોફ્યુઅલ સહિતના વિવિધ ઊર્જા સ્ત્રોતો પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.


  • Follow us on: