ભારત અને રશિયા EMC અને NSRને વિકસિત કરીને વેપાર વધારવા ઇચ્છે છે.

ભારત-રશિયા સમિટની તૈયારી

આઇસ ક્લાસ જહાજ નિર્માણ, આઇસબ્રેકર્સ અને આર્કટિક ટ્રેનિંગમાં ભાગીદારી કરશે. વર્ષ 2030 સુધી 100 અરબ ડૉલર વેપાર લક્ષ્ય માટે આ સહયોગ ખૂબ મહત્વનો માનવામાં આવે છે. રશિયાના મૈરીટાઇમ બોર્ડના અધ્યક્ષ અને રાષ્ટ્રપતિ પુતિનના સહયોગી નિકોલાઇ પત્રુશેવે 18 નવેમ્બરના રોજ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત આગામી મહિનામાં દિલ્હીમાં યોજાનાર 23માં ભારત-રશિયા સમિટની તૈયારીઓનો ભાગ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

સમુદ્રી ક્ષેત્રમાં મોટા સમજૂતિ કરારની શક્યતા

પીએમ મોદીએ આ મુલાકાત બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યુ છે કે, બન્ને દેશે સમુદ્રી ક્ષેત્રમાં સહયોગ, કનેક્ટિવિટી, કૌશલ વિકાસ, જહાજ નિર્માણ અને બ્લૂ ઇકોનોમી પર સકારાત્મક ચર્ચા કરી હતી. તેના દ્વારા આ સ્પષ્ટ થાય છે કે, આગામી સંમેલનમાં ભારત અને રશિયા સમુદ્રી ક્ષેત્રમાં મોટા સમજૂતિ કરાર કરી શકે છે. ભારતે 2023માં રશિયાને નોન-ન્યૂક્લિયર આઇસબ્રેકર્સ ભારતમાં મળીને બનાવવા પ્રસ્તાવ કર્યો હતો.

ઇસ્ટર્ન મૈરીટાઇમ કૉરિડોર અને નોર્થર્ન સી રુટ

બન્ને દેશ લાંબા સમયથી ઇસ્ટર્ન મૈરીટાઇમ કૉરિડોર અને નોર્થર્ન સી રુટને વિકસીત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ હેઠળ પોર્ટ, જહાજ નિર્માણ અને ખાસ કરીને આઇસ-ક્લાસ ટેંકરોના નિર્માણમાં રોકાણ કરશે. આ જહાજો બરફવાળા પાણીમાં તેલ અને અન્ય સામાન સુરક્ષિત રીતે લઇ જઇ શકશે. તો સાથે જ ભારત પોતાના સમુદ્રી કર્મીઓને આર્કટિક મહાસાગરમાં સેલિંગ માટે તાલીમ આપવામાં આવશે. 

  • Follow us on: