થાઇલેન્ડ સાથે સશસ્ત્ર યુદ્ધ પછી કંબોડિયામાં એક નવો કાયદો બનાવવામાં આવ્યો છે.હવે જો કંબોડિયાની સરકારને ખબર પડશે કે તેમના કોઇ નાગરિકે બીજા દેશની સાથે કોઇ સાઠગાંઠ કરી છે તો તે તેમની નાગરિકતા જ છીનવી લેશે.
એક રિપોર્ટ પ્રમાણે કંબોડિયાના સાંસદોએ સોમવારે 25 ઓગસ્ટના રોજ આ કાયદો પાસ કર્યો છે. જેમાં વિદેશી મિલીભગતના આરોપ વાળા લોકો પાસેથી તેમની નાગરિકતા છીનવી લેવાની અનુમતિ આપવામાં આવી છે. પરંતુ બીજી બાજુ, માનવાધિકાર જૂથોને ડર છે કે આ કાયદાનો ઉપયોગ સરકાર સામેના અસંમતિને દૂર કરવા માટે કરવામાં આવશે.રિપોર્ટ અનુસાર કંબોડિયાના નેશનલ અસેમ્બલી સત્રમાં હાજર દરેક 120 સાંસદો જેમાં વડાપ્રધાન હુન મેનેટ પણ સામેલ હતા. તેઓએ બિલને મંજૂરી આપવા માટે સર્વ સંમતિ વોટ નાખ્યો. એટલે કે કોઇ પણ આ કાયદાના વિરોધમાં નહોતા.
પહેલાં જ બદલી લેવામાં આવ્યુ હતુ બંધારણ
જુલાઇની શરૂઆતમાં જ કંબોડિયાની અંદર બંધારણમાં સંશોધન કરીને આવા કાયદાને અનુમતિ આપવામાં આવી હતી. જે હેઠળ વિદેશી લોકો સાથે મિલીભગત કરનારાઓની નાગરિકતા છીનવી લેવામાં આવશે. હવે આ કાયદાને પાસ કરવામાં આવ્યો છે. કંબોડિયાના તત્કાલીન ન્યાયમંત્રી કોઉટ રિથે ટીકાકારોને ફગાવી દેતા કહ્યું: જો તમે દેશ સાથે દગો કરશો, તો દેશ તમને રાખશે નહીં. ન્યાય મંત્રીએ દાવો કર્યો છે કે જે લોકો રાષ્ટ્રીય હિતોનુ નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમની નાગરિકાતા છીનવી લેવામાં આવશે. તેમણે કહ્યુ કે તે લોકોને અન્ય પણ આરોપોનો સામનો કરવો પડી શકે છે.
કેમ થઇ રહ્યો છે વિરોધ?
માનવાધિકાર જૂથો લાંબા સમયથી કંબોડિયન સરકાર પર વિરોધ અને કાયદેસર રાજકીય ચર્ચાને દબાવવા માટે કઠોર કાયદાઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે.50 માનવાધિકા જૂથોએ એક ગઠબંધનને રવિવારે એક નિવેદન દ્વારા ચેતવણી આપી છે કે આ કાયદો અસ્પષ્ટ રૂપથી બનાવવામાં આવ્યો છે. અને આનાથી તમામ કંબોડિયન નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વિનાશક અસર પડશે. 24 જુલાઈના રોજ થાઈ અને કંબોડિયન દળો વચ્ચે તેમની સરહદ પર સશસ્ત્ર અથડામણો શરૂ થઈ.બંને આસિયાન સદસ્ય દેશ 28 જુલાઇએ બપોરે યુદ્ધ વિરામ પર સહમત થયા હતા.