રવિવારે ઇઝરાયલે યમનની રાજધાની સનામાં હુતી બળવાખોરોના સ્થળો પર હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં 6 લોકો માર્યા ગયા અને 86 ઘાયલ થયા છે. ઇઝરાયલે મુખ્યત્વે મધ્ય સનામાં એક ઇમારત, પાવર પ્લાન્ટ અને ગેસ સ્ટેશનને નિશાન બનાવ્યું હતું. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં ઇમારતો ઉપર કાળા ધુમાડાના ગોટા ઉડતા જોવા મળે છે. બીજા એક વીડિયોમાં ઇમારતો વચ્ચે આગનો ગોળો ઉડતો જોવા મળે છે. જોકે, આ વીડિયોની પુષ્ટિ થઈ નથી.


ઇઝરાયલી સેનાએ શું કહ્યું

ઇઝરાયલી સેના (IDF) એ આ હુમલાઓને બદલાની કાર્યવાહી ગણાવી છે. તેણે એમ પણ કહ્યું કે હુતી આતંકવાદીઓ વારંવાર ઇઝરાયલ અને તેના નાગરિકો પર હુમલો કરી રહ્યા છે. અમે આના જવાબમાં હુમલો કર્યો છે. તાજેતરના દિવસોમાં હુતી બળવાખોરોએ ઇઝરાયલ તરફ જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલો છોડી હતી. શુક્રવારે મોડી રાત્રે હુતી બળવાખોરોએ એક મિસાઇલ છોડી જેને ઇઝરાયલે હવામાં નાશ કરી દીધી છે. ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેઓએ સનામાં હુતી શાસનના લશ્કરી માળખા પર હુમલો કર્યો છે. આમાં રાષ્ટ્રપતિ મહેલની નજીક આવેલા એક લશ્કરી સ્થળનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેઓએ અસાર અને હેજાઝ પાવર પ્લાન્ટ અને ઇંધણ સંગ્રહ સ્થળો પર હુમલો કર્યો. સેનાનું કહેવું છે કે હુતી આતંકવાદીઓ આ ઠેકાણાઓનો ઉપયોગ લશ્કરી પ્રવૃત્તિઓ માટે કરે છે. હુતીઓ તેમના કામ માટે નાગરિક માળખાનો ઉપયોગ કરે છે.

લાલ સમુદ્રમાં હુતી બળવાખોરો હુમલો કરે છે

છેલ્લા બે વર્ષથી હુતી બળવાખોરો લાલ સમુદ્રમાં જહાજો પર સતત હુમલો કરી રહ્યા છે. દર વર્ષે $1 ટ્રિલિયનનો માલ આ શિપિંગ રૂટ પરથી પસાર થાય છે. નવેમ્બર 2023 અને ડિસેમ્બર 2024 ની વચ્ચે, હુથી બળવાખોરોએ મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને 100 થી વધુ જહાજોને નિશાન બનાવ્યા છે.

  • Follow us on: