ઇઝરાયલમાં મોટી સંખ્યા લોકોએ પ્રદર્શન કરીને બંધકોની મુક્તિ માટે માગ કરી છે. હમાસે 60 દિવસના યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ રક સહમતિ દર્શાવી છે. નેતન્યાહૂ સ્થાયી સમજૂતી શરત પર અડગ છે. જેના કારણે વિરોધ પ્રદર્શન યથાવત્ છે. બંધકોના પરિજનોનું કહેવું છે કે, આ તેમના માટે બંધકોને બચાવવા માટેની અંતિમ તક હોઇ શકે છે.
વિરોધ પ્રદર્શનો થયા તેજ
ઇઝરાયલની રાજધાની તેલ અવીવ સહિત દેશભરના શહેરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. પ્રદર્શનકારીઓએ ગાઝામાં યુદ્ધવિરામ અને હમાસ સાથે બંધકોની મુક્તિ માટે સમજૂતીની માગ કરી હતી. વિરોધકર્તાઓએ કહ્યુ હતુ કે, નેતન્યાહૂ સમજૂતી માટે ગંભીર નથી. અને બંધકોની બલિ ચઢાવી રહ્યા છે. ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ જણાવ્યુ હતુ કે, તેઓએ બંધકોની વાપસી માટે વાતચીતના આદેશ આપ્યા છે. તો સાથે જ ગાઝા પર કબ્જો જમાવવા માટે શહેર પર હુમલાઓ કરવા માટે પગલા લઇ રહ્યા છે. હમાસે ગલી અને જિવ બર્મન નામના 2 ઇઝરાયલ વ્યક્તિના 7 ઓક્ટોબર 2023ના રોજ અપહરણ કર્યા હતા. તેમના મોટા ભાઇ લિરન બર્મન પણ પ્રદર્શનમાં સામેલ હતા. તેઓ જણાવ્યુ હતુ કે, એક સમજૂતી થવાની સંભાવના છે પરંતુ કરાર લાંબા સમય સુધી નથી રહેતા. હમાસ પોતાના દ્વાર જલદી જ બંધ કરી લે છે. આ અનેકવાર જોવામાં આવ્યુ છે. નેતન્યાહૂ માત્ર વાતો કરે છે. પણ બંધકોની મુક્તિ માટે તેઓ તૈયાર નથી. તેમના વર્તન પરથી આ વાત જાણી શકાય છે.
શરતોની સાથે કરાર થશે પૂર્ણ
હમાસે કહ્યુ હતુ કે, તેઓ એક કરાર પર સહમત થઇ ગયુ છે. આ યુદ્ધવિરામ મુજબ ગાઝામાં 60 દિવસના યુદ્ધવિરામ દરમિયાન 10 જીવિત બંધકો અને 18 મૃત બંધકોના મૃતદેહ ઇઝરાયલને સોંપવામાં આવશે. આ દરમિયાન ઇઝરાયલ મોટી સંખ્યામાં ફિલિસ્તાની કેદીઓને પણ મુક્ત કરશે. ઇઝરાયલ અને હમાસ યુદ્ધવિરામ દરમિયાન બાકીના બંધકોની વાપસી અને યુદ્ધને ખત્મ કરવા માટે વાત કરશે. નેતન્યાહૂએ આ અઠવાડિએ સંકેત આપ્યા હતા કે, આંશિક સમજૂતી સિવાય તેઓ માત્ર વ્યાપક સમજૂતી માટે સમર્થન કરશે. નેતન્યાહૂએ કહ્યુ છે કે, આ તમામ કરાર ત્યારે જ સ્વીકારવામાં આવશે જ્યારે તેને લગતી તમામ શરતો પૂર્ણ કરવામાં આવશે.