ગાઝામાં ખતરનાક વાયરસ ફેલાયો છે. આ વાયરસના કારણે લકવા જેવી બીમારીઓ લોકોને થઇ રહી છે. આ પરિસ્થિતિમાં ભૂખમરાના કારણે બીમાર થઇ રહેલા બાળકો વધુ અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે. આ બાળકોને ખોરાક અને સારવાર એકપણ વસ્તુ ન મળતા તેમની સ્થિતિ વધુ ગંભીર જોવા મળી રહી છે.


એક્યૂટ ફ્લૈસિડ પૈરાલિસિસના વધ્યાં કેસ

ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ જ્યારેપણ આંતરરાષ્ટ્રીય દબાણમાં આવે છે. ત્યારે તેઓને પૂછાતા મોટાભાગના પ્રશ્નોને નકારી દે છે. બેન્જામિન નેતન્યાહૂને ભૂખમરા અંગે પ્રશ્ન પૂછાયો હતો. ત્યારે તેઓએ આ વાતને પાયાવિહોણી ગણાવી હતી. પરંતુ ગાઝામાં શુ સ્થિતિ સર્જાઇ છે તે મામલે દુનિયાને માહિતી છે. અહીંની જનતાને ભોજન, કામ અને સારવાર નથી મળી રહી. ગાઝામાં હાલના દિવસોમાં એક્યૂટ ફ્લૈસિડ પૈરાલિસિસના મામલાઓ વધી રહ્યા છે. આ એક દુર્લભ સિંડ્રોમ છે. જેમાં માંસપેશીઓ અચાનક કમજોર થવા લાગે છે. જેના કારણે દર્દીને શ્વાસ લેવામાં અને પાણી કે ભોજન ગળવામાં મુશ્કેલીઓ આવે છે. આ બીમારી પાછળનું કારણ ઇઝરાયલ તરફથી થઇ રહેલી બોમ્બ વિસ્ફોટ છે. WHOએ જણાવ્યુ છે કે, 15 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા 32 બાળકોમાં આ મામલા દાખલ કરવામાં આવ્યા છે. ગાઝામાં વધી રહેલી ગંદકી, કુપોષણ અને સારવાર કેન્દ્રનું ધ્વસ્ત આનું મુખ્ય કારણ છે.

સારવાર અને દવાનો અભાવ

તબીબો જણાવ્યુ છે કે, સારવાર માટે અહીં કોઇ સુવિધા કે વિકલ્પ ઉપલબ્ધ નથી. ગાઝાના અલ-શિફા હૉસ્પિટલ જેને વર્ષ 2024માં શરૂ કરવામાં આવ્યુ હતુ. પરંતુ બોમ્બ વિસ્ફોટના કારણે તેને મોટું નુકસાન પહોંચ્યુ છે. હમણા સુધી ગિલિયન-બાર સિંડ્રોમના 22 મામલાઓ સામે આવી ચુક્યા છે. જેમાંથી 3 બાળકોના મોત થયા છે. અને 12 બાળકોને લકવાની અસર થઇ છે. આ બીમારી માટે ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન અને પ્લાઝમા એક્સચેન્જ જેવા આધુનિક સારવારની જરુરત પડે છે. ગાઝા ન તો દવા મળે છે કે ન તો સારવાર મળી રહી છે. અહીની સ્થિત વધુ ગંભીર બની રહી છે.  

  • Follow us on: