ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા અંગે મોટું નિવેદન આપ્યું છે. નેતન્યાહૂએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બાદ ગાઝા અંગે આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઈઝરાયલ ગાઝા પર કબજો કરવા માગતું નથી. તેઓ ગાઝાને હમાસથી મુક્ત કરાવવા માગે છે. તેમને ગાઝા પર કબજો કરવાની જરૂર નથી. તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય હમાસને ખતમ કરવાનો છે. કારણ કે ઈઝરાયલને હમાસથી ખતરો છે અને તેઓ ગાઝામાં રહીને તેમના પર હુમલો કરે છે.













