ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે કઈ હદે પહોંચી ગયું છે એનો અંદાજ તમે એ વાત પરથી કાઢી શકશો કે ઈઝરાયલ હવે ઈરાન સાથે બદલો લેવા માટે અમેરિકા પાસેથી વિનાશક બોમ્બની ખરીદી કરવા જઈ રહ્યું છે.


ઈરાનનનો ખાતમો બોલાવા અમેરિકા સાથે સોદો

ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે જો વધારે જલદ બનશે તો એનું મુખ્ય કારણ માત્ર ને માત્ર અમેરિકા સાબિત થશે. આ બંને દેશ વચ્ચે આવનારા સમયમાં ભયંકર યુદ્ધ થવાના સંકેતો મળી રહ્યા છે, કેમકે મળતી માહિતી મુજબ હવે ઈઝરાયલ તેના દુશ્મન દેશ ઈરાન સાથે બદલો લેવા માટે અને તેનો ખાતમો બોલાવા માટે જગત જમાદાર પાસેથી 5 હજાર બોમ્બની ખરીદીનો વિનાશક સોદો નક્કી કરવા જઈ રહ્યું છે અને આ સોદો પાર પાડવામાં ડોનાલ્ડ ટ્રમ્પ આગળ આવીને મદદ કરી રહ્યા છે.

675 મિલિયન ડોલરના સોદાને લીલી ઝંડી

મળતી માહિતી મુજબ અમેરિકાએ ઈઝરાયલને મોટા પાયે હથિયારો અને વિનાશક શસ્ત્રોના વેચાણ કરવાની મંજૂરી પર મહોર મારી દીધી છે. યુએસના રક્ષા મંત્રાલય તરફથી અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે થવા જઈ રહેલા 675 મિલિયન ડોલરના સોદાને યુએસ સેનેટ તરફથી ગ્રીન સિગ્નલ બતાવવામાં આવ્યું છે. સ્પષ્ટ રીતે અહિયાં દેખાઈ રહ્યું છે કે ઈઝરાયલને હથિયારોની મદદ પૂરી પાડવા માટે અમેરિકા કેટલું તત્પર બન્યું છે.

ડેમોક્રેટ્સના વિરોધ છતાં સોદો પસાર થયો

અમેરિકા તરફથી ઈઝરાયલને મોટા પાયે શસ્ત્રોના વેચાણને મંજૂરી આપવા બાબતે અમેરિકન ડેમોક્રેટ્સ તરફથી પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ડેમોક્રેટ્સનો વિરોધ કરવાનો હેતુ બસ આ સોદો રોકીને યુદ્ધને વધારે જલદ ન બનાવવા પાછળનો હતો. આ સોદો પાર પાડવા માટે અમેરિકન ડેમોક્રેટ્સમાં જ્યારે મતદાન કરવાનું નક્કી થયું ત્યારે 27 ડેમોક્રેટ સાંસદોએ શસ્ત્રોના વેચાણ વિરુદ્ધ મતદાન કર્યું હતું છતાં પણ ડેમોક્રેટ્સના વિરોધ સામે આ સોદો પસાર થયો.


  • Follow us on: