એક તરફ આખી દુનિયા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ અને ડોનાલ્ડ ટ્રમ્પના આ યુદ્ધ વચ્ચેના ઉત્સાહને લઈને પહેલેથી મુંજવણમાં ચાલી રહી છે એવામાં ઇઝરાયલના લશ્કરી વડા તરફથી એવા સમાચાર સામે આવ્યા છે જે ખરેખર આશ્ચર્ય પમાડનારા છે.
ગાઝા પટ્ટી પર કબજો નિષ્ફળ?
ઇઝરાયલના લીડર નેતન્યાહૂ હાલ કોઈ પણ ભોગે ગાઝા પટ્ટી પર પોતાનું નિતંત્રણ લેવા માંગે છે અને આ બાબતથી ઇઝરાયલ અને ગાઝા વચ્ચે ઘણા સમયથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. આ આખે આખો મામલો 41 કિમી લાંબી ગાઝા પટ્ટી પર અટવાઈને પડ્યો છે ત્યારે હવે સમાચાર એવા મળી રહ્યા છે કે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તેમના ગાઝા પટ્ટી પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાના પ્લાનમાં અસફળ થઈ રહ્યા છે.
Also Read
Surat : સ્વામિનારાયણ ગુરૂકુળના 1300 વિદ્યાર્થીઓએ સામૂહિક રીતે 190x75 ફુટની વિશાળ માનવ પ્રતિકૃતિરૂપ રાખડી બનાવી
Madhya Pradesh: સિહોરના Kubereshwar Dhamમાં અત્યાર સુધીમાં 7 શ્રદ્ધાળુઓના મોત, કાવડ યાત્રામાં થઇ હતી નાસભાગ
Vadodara News : સરપંચ અને તલાટીની એવી કામગીરી કે ગામલોકો પણ થયા સ્તબ્ધ, કરી કરોડોની ઉચાપત
ઇઝરાયલી સેના નેતન્યાહૂથી નારાજ
મળતી માહિતી મુજબ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની 41 કિમી લાંબી ગાઝા પટ્ટી પર કાબૂ કરવાની યોજનાથી તેમના પોતાના દેશના લશ્કરી વડા નારાજ થયા છે. ઇઝરાયલના લશ્કરી વડાએ પોતે પણ નેતન્યાહૂની આ યોજનાનો સખત વિરોધ કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ત્યાં સુધી વાતો થઈ રહી છે કે ન માત્ર દેશના લશ્કરી વડા પણ ઇઝરાયલની આખી લશ્કરી સેના પણ બેન્જામિન નેતન્યાહૂથી નારાજ ચાલી રહી છે.
શું કારણથી લશ્કરી સેના થઈ નારાજ?
ઇઝરાયલની લશ્કરી સેનાના વડા અને સૌનીકોનું માનવું છે કે 70% ઇઝરાયલી લોકો હવે બંધકોની મુક્તિને સૌથી મહત્વપૂર્ણ માને છે. લગભગ 50 બંધકો હજુ પણ ગાઝામાં છે, જેમાંથી 20 જીવંત હોવાની અપેક્ષા છે. સેના કહે છે કે ગાઝા પટ્ટી પર કબજો કરવાથી વિપરીત અસર થઈ શકે છે અને બંધકોને મુક્ત કરવામાં અવરોધ બની શકે છે પરંતુ ઇઝરાયલમાં હાલ સમસ્યા એ થઈ રહી છે કે નેતન્યાહૂની સરકારના કેટલાક કટ્ટરપંથી મંત્રીઓ આ નીતિઓની હિમાયત કરવામાં તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે.










