પાકિસ્તાન અને ચીન ફરી એક વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સંમેલનમાં એકજૂટતા જોવા મળી. બંને દેશોએ બલૂચિસ્તાન વિરુદ્ધ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી અને તેના કહેવાતા આત્મઘાતી એકમ માજીદ બ્રિગેડને આતંકવાદી સંગઠન જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે.આ એ જ ચીન છે, જે સંયુક્ત રાષ્ટ્રમાં જેશ-એ-મોહમ્મદ અને લશ્કરે એ તોયબા જેવા આતંકવાદી સંગઠનનોના આકાઓ વિરુદ્ધ ભારત દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવ પર યુએનએસસીમાં અનેક વખત વીટો પાવર લગાવી ચૂક્યા છે.


પાકિસ્તાનના આતંકનુ ઠીકરૂ અફગાનિસ્તાન પર ફોડ્યુ

પાકિસ્તાન અને ચીને બીએલએ અને તેની આત્મઘાતી એકમને યુએનની 1267 અલ-કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવાની માંગ કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત આસિમ ઇફ્તિખાર અહમદે બુધવારે જણાવ્યું હતું કે ઇસ્લામિક સ્ટેટ-ખોરાસાન (ISIL-K), અલ-કાયદા, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન, ઈસ્ટ તુર્કિસ્તાન ઇસ્લામિક મૂવમેન્ટ, બીએલએ અને મજીદ બ્રિગેડ જેવા આતંકવાદી સંગઠનો અફઘાનિસ્તાનના અલગ અલગ ઠેકાણાઓ પરથી સંચાલિત થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં 60થી વધુ આતંકવાદી કેમ્પો સક્રિય છે, જે સરહદ પાર હુમલાઓ માટે આધાર કેન્દ્ર તરીકે કામ કરે છે.

જૈશ એ મોહમ્મદ અને લશ્કરે-તૈયબા પર ચુપ્પી

પાકિસ્તાનની જમીન પરથી સંચાલિત જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો પર ચીન અને પાકિસ્તાન બંનેએ મૌન સાધ્યું છે. જ્યારે બંને દેશોએ બીએલએ અને તેની બ્રિગેડ વિરુદ્ધ પ્રસ્તાવ મૂક્યો છે જેમાં તેને આતંકવાદી સંગઠન જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.


  • Follow us on: