અમેરિકી કેપિટલ એટલે કે અમેરિકાના સંસદ બહાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 12 ફૂટ ઉંચી એક સુવર્ણ પ્રતિમા લગાવવામાં આવી છે. જેમાં તે એક હાથમાં બિટકોઇન પકડેલા નજર આવી રહ્યા છે. આ પ્રતિમા ભીડનુ ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે અને વિવાદોંમાં આવી ગઇ છે. ટ્રમ્પની આ મૂર્તિનુ અનાવરણ એવા સમયમાં થઇ છે, જ્યારે ફેડરલ રિઝર્વે વ્યાજના દરોમાં 25 બેસિસ પોઇન્ટ રેટના ઘટાડાની જાહેરાત કરી છે. એક રિપોર્ટ પ્રમાણે આ પ્રતિમાને ક્રિપ્ટો કરન્સી રોકાણકારોએ ફંડ આપ્યુ છે.
કેમ લગાવવામાં આવી પ્રતિમા?
રિપોર્ટ્સ અનુસાર, આયોજકોનું કહેવું છે કે આ પ્રતિમાનો ઉદ્દેશ ડિજિટલ કરન્સી, નાણાકીય નીતિ અને નાણાંકીય બજારોમાં સંઘ સરકારની ભૂમિકા અંગે ચર્ચા શરૂ કરવી છે. સમૂહના સભ્યો કહે છે કે આ પ્રતિમા ટ્રમ્પના ક્રિપ્ટોકરન્સી પ્રત્યે ખુલ્લા સમર્થન માટે ટ્રિબ્યુટ છે અને આખો દિવસ લોકોનું ધ્યાન ખેંચતી રહેશે.













