અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નજીકી સહયોગી અને ધુર દક્ષિણપંથી ઇન્ફ્લયુએન્સર ચાર્લી કીર્કની હત્યાના કેટલાંક દિવસ બાદ ગુરૂવારે એન્ટીફાને પ્રમુખ આંતકવાદી સંગઠન જાહેર કરી દીધુ છે. યુનાઇટેડ કિંગડમની રાજકીય યાત્રા પર ગયેલા ટ્રમ્પે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ ઘોષણા કરી. પોતાના ટ્રુથ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચેતવણી આપી છે કે એન્ટિફાને ભંડોળ આપનારાઓને "ઉચ્ચતમ કાયદાકીય ધોરણો અને પ્રેક્ટિસના આધારે" તપાસનો સામનો કરવો પડશે.


ટ્રુથ સોશિયલ પર કરી પોસ્ટ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે લખ્યું કે, અમારા ઘણા અમેરિકી દેશભક્તોને જાણ કરતાં આનંદ થાય છે કે હું એન્ટીફા, એક બીમાર, ખતરનાક અને કટ્ટરપંથી ડાબેરી આપત્તિને એક મુખ્ય આતંકવાદી સંગઠન તરીકે ઘોષિત કરી રહ્યો છું. હું ભાર પૂર્વક ભલામણ કરી રહ્યુ છુ કે એન્ટીફાને ફંડ આપનારા દરેક લોકોની ઉચ્ચ કાયદાકીય ધોરણો મુજબ સંપૂર્ણ તપાસ થવી જોઈએ. આ મામલે તમારા ધ્યાન બદલ આભાર.

એન્ટીફા છે શું?

એન્ટીફા નો અર્થ છે એન્ટી-ફાસિસ્ટ એટલે કે ફાસીવાદ વિરોધી, આ ધુર ડાબેરી વિચારધારાવાળા ઉગ્રવાદી જૂથો માટે વપરાતો એક શબ્દ છે. એન્ટીફા કોઈ ગ્રુપ નથી, પરંતુ આવા જૂથો ખાસ કરીને પ્રદર્શનોમાં જે ફાસીવાદીઓ અને નિયો-નાઝીઓનો વિરોધ કરે છે.

વિદેશી આતંકવાદી સંગઠનોની સૂચિમાં સામેલ નહીં કરે

એક રિપોર્ટ પ્રમાણે એન્ટિફા અમેરિકા માટે એક ઘરેલું એન્ટિટી છે અને આ રીતે, અમેરિકાના વિદેશ વિભાગ તેને વિદેશી આતંકવાદી સંગઠનોની સૂચિમાં સામેલ નહીં કરે. આ સૂચિમાં ઇસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા જેવા ચરમપંથી આંતકી સંગઠનો સહિત અનેક સમૂહો સામેલ છે. આ યાદીમાં કોઈને સામેલ કરવું એટલે કે ન્યાય વિભાગ માટે આવા સંગઠનોને સમર્થન આપનારા લોકો સામે કેસ ચલાવવાની કાનૂની તાકાત વધે છે, ભલે તે સમર્થન હિંસક ન હોય.

સોમવારે ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે જો એટર્ની જનરલ પામ બોન્ડી અને તેમના કેબિનેટના અન્ય સભ્યોનું સમર્થન મળે છે તો તેઓ એન્ટીફાને ઘરેલુ આતંકવાદી સંગઠન જાહેર કરશે.ટ્રમ્પે કહ્યું, આ એવું છે જે હું કરું છું, હા...હું 100% એ કરીશ. એન્ટીફા ભયાનક છે.


  • Follow us on: