એક તરફ ચીન રશિયા સાથે મળીને વિશ્વ શાંતિની વાત કરી રહ્યું છે, દુનિયામાં યુદ્ધ ન થવા જોઈએ એવા નિવેદનો આપી રહ્યું છે, શાંતિ સ્થાપના થાય એ માટે પહેલ કરવાની સલાહ આપી રહ્યું છે, ત્યારે હવે આ બે મોઢાવાળા દેશની પોલ દુનિયા સામે ખૂલી પડી ગઈ છે.


ચીને ઈરાનને ગુપ્ત રીતે કરી મદદ

અમેરિકા અને ચીન વચ્ચેની દુશ્મની દુનિયાથી સેજ પણ અજાણ નથી. દુશ્મનનો દુશ્મન દોસ્ત આ નિયમનું પાલન કરતાં ચીને ઈરાન તરફ તેનો પ્રેમ દર્શાવ્યો છે. હાથીના દાંત ચાવવાના અલગ અને દેખાડવાના અલગ એમ શાંતિની વાતો કરતું ચીન હાલ ઈરાનની ખૈબર શેકન મિસાઈલો માટે 1000 ટન રોકેટ ઈંધણ પૂરું પાડી રહ્યું છે. આમ કરતાજ ડ્રેગનની છેતરપિંડીનો પર્દાફાશ થઈ રહ્યો છે. ચીને ઈરાનને ગુપ્ત રીતે કરેલ મદદનો પર્દાફાશ થયો છે.

ઈરાન બનાવશે બેલિસ્ટિક મિસાઈલ

મીડિયા રિપોર્ટ અનુસાર ચીને ઈરાનના બંદર પર મિસાઈલ બનાવવા માટે જરૂરી સામાન પહોંચાડ્યો છે. જાન્યુઆરી 2025માં, ચીને ઈરાનને 1000 ટન સોડિયમ પરક્લોરેટ મોકલ્યું, જેનો ઉપયોગ 260 ખૈબર શેકન અથવા 200 હાઝ કાસેમ મિસાઈલ બનાવવા માટે થઈ શકે છે. મળતી માહિતી મુજબ આ શિપમેન્ટ એમવી ગોલબાન અને જયરાન જહાજો દ્વારા બંદર અબ્બાસ પહોંચ્યું. આનાથી ઈરાનની મિસાઈલ શક્તિ વધશે, જેનાથી તણાવ વધી શકે છે. ઈરાન 1000 ટન સોડિયમ પરક્લોરેટની મદદથી બેલિસ્ટિક મિસાઈલો બનાવી શકે છે.

આંતરરાષ્ટ્રીય સમુદાયની નજરમાં આવ્યું ચીન

2025ની શરૂઆતમાં દુનિયા સામે એક એવો રિપોર્ટ ઉજાગર થયો, જેનાથી વિશ્વ શાંતિ માટે ચીનના ખોખલા દાવા ખરા અર્થમાં પોકળ સાબિત થયા. ચીને ઈરાનને ગુપ્ત રીતે કરેલ એક મદદનો દુનિયા સામે પર્દાફાશ થયો છે. 22 જાન્યુઆરી, 2025ના રોજ પ્રકાશિત એક અહેવાલ મુજબ, આ શિપમેન્ટ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) માટે હતું. તેને બે ઈરાની જહાજો, MV ગોલબાન અને MV જયરાન દ્વારા બંદર અબ્બાસ બંદર પર પહોંચાડવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર આ સોડિયમ પરક્લોરેટ 960 ટન એમોનિયમ પરક્લોરેટ બનાવી શકે છે, જે સોલિડ રોકેટ પ્રોપેલન્ટનો 70% છે. આમાંથી 1300 ટન પ્રોપેલન્ટ તૈયાર કરી શકાય છે.

  • Follow us on: