લોરેન્સની ગેંગના ગેંગસ્ટ ગોલ્ડી ઢિલ્લોન અને કુલવીર સિદ્ધુએ આ જવાબદારી લીધી છે.

ફરી એકવાર ફાયરિંગ કરાયું 

કેનેડામાં કોમેડિયન કપિલ શર્માના કેફેમાં ફરી એક ફાયરિંગ કરવામાં આવી છે. ગોલ્ડી ઢિલ્લોન અને કુલદીપ સિદ્ધુ નેપાળીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જવાબદારી સ્વીકારી છે. કુલવીર સિદ્ધુ નામના ફેસબુક યુઝરે પોતાની પોસ્ટમાં લખ્યું, છે કે, વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ. હું, કુલવીર સિદ્ધુ અને ગોલ્ડી ઢિલ્લોને કેપ્સ કાફે સરેમાં થયેલા ત્રણ ગોળીબારની જવાબદારી સ્વીકારીએ છીએ. અમારી સામાન્ય જનતા સાથે કોઈ દુશ્મનાવટ નથી. જેમની સાથે અમારો કોઈ ઝઘડો નથી તેમણે અમારાથી દૂર રહેવું જોઈએ.

ધર્મ વિરુદ્ધ બોલવું નહીં: કુલવીર સિદ્ધુ

કુલવીર સિદ્ધુએ સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટમાં વધુમાં લખ્યુ છે કે જેઓ ગેરકાયદેસર કામ કરે છે અને લોકોને પૈસા આપતા નથી તેમણે તૈયાર રહેવું જોઈએ. બોલીવુડમાં ધર્મ વિરુદ્ધ બોલતા લોકોએ પણ તૈયાર રહેવું જોઈએ. ગોળીઓ ગમે ત્યાંથી આવી શકે છે. વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ.

અગાઉ પણ થઇ છે ફાયરિંગ

કોમેડિયન અને અભિનેતા કપિલ શર્માના કેનેડામાં આવેલા કૈપ્સ કેફેમાં અગાઉ 7 ઓગષ્ટ 2025ના રોજ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. અને બાદમાં એક મહિનામાં બે વાર ફાયરિંગની ઘટના સામે આવી હતી. સરે વિસ્તારમાં સ્થિતિ આ કૈપ્સ કેફેમાં ફાયરિંગ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. 

  • Follow us on: