આયરલેન્ડમાં ભારતીય મૂળના ઉદ્યોગપતિ પર જાતિવાદી હુમલો કરવામાં આવ્યો છે. તેમને શારિરીક ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે, આ હુમલામાં તેમના ગાલનું હાડકું તૂટી ગયું હતું. તેણે કહ્યું કે યુરોપિયન દેશોમાં રહેતા મોટાભાગના ભારતીયો સાથે આ રીતે વર્તન કરવામાં આવે છે. તેઓએ આ સમગ્ર ઘટનાનું વર્ણન સોશિયલ મીડિયા પર કર્યુ છે.


ઉશ્કેરણી વિના જાતિવાદી હુમલો

આયર્લેન્ડમાં રહેતા એક ભારતીય મૂળના ઉદ્યોગસાહસિકે દાવો કર્યો હતો કે તેના પર કોઈપણ ઉશ્કેરણી વિના જાતિવાદી રીતે હુમલો કરવામાં આવ્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે તેના એપાર્ટમેન્ટની નજીક ચાલી રહ્યો હતો. ત્યારે કિશોરોના એક જૂથે તેનો કાચ છીનવી લીધો અને તેને ખરાબ રીતે માર મારવા લાગ્યા હતા. તેણે વધુમાં કહ્યું કે તેના પર હુમલો કોઈ અલગ ઘટના નથી. પરંતુ આ યુરોપિયન દેશમાં રહેતા મોટાભાગના ભારતીયો સાથે આ સતત બની રહ્યું છે.

ઘટનાનું વર્ણન સોશિયલ મીડિયા પર

સંતોષ યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું છે કે, રાત્રિભોજન કર્યા પછી, હું મારા એપાર્ટમેન્ટ પાસે ચાલી રહ્યો હતો અને તે સમયે જ છ યુવકોના જૂથે મારા પર હુમલો કર્યો હતો. તેઓએ મારા ચશ્મા છીનવી લીધા, તોડી નાખ્યા, અને પછી મારા માથા, ચહેરા, ગરદન, છાતી, હાથ અને પગ પર ક્રૂરતાથી હુમલો કર્યો. તેઓ મને ફૂટપાથ પર લોહી વહેતું છોડી ગયા. મેં કોઈક રીતે ગાર્ડાને ફોન કર્યો, અને એક એમ્બ્યુલન્સ મને બ્લેન્ચાર્ડસ્ટાઉન હોસ્પિટલમાં લઈ ગઈ. મેડિકલ ટીમે પુષ્ટિ આપી કે મારા ગાલનું હાડકું તૂટી ગયું છે, અને હવે મને નિષ્ણાત સંભાળ માટે રિફર કરવામાં આવ્યો છે.

લઘુમતીઓ વિરુદ્ધ હિંસા ફેલાઇ

સંતોષ યાદવે દાવો કર્યો હતો કે આયર્લેન્ડમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસા ઝડપથી વધી રહી છે. અધિકારીઓ ગુનેગારો સામે કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી. ગુનેગારો અહીં આરામથી ફરે છે અને હુમલો કરવા માટે તૈયાર રહે છે.

  • Follow us on: