બાંગ્લાદેશમાં રાજનૈતિક હલચલ તેજ થતી જોવા મળી રહી છે. આગામી વર્ષમાં યોજાનાર ચૂંટણી મામલે શેખ હસીનાની પાર્ટી પણ બાંગ્લાદેશમાં પગ પેસારો કરતી જોવા મળી રહી છે. પરંતુ આ બધી સ્થિતિની વચ્ચે શેખ હસીનાની મુશ્કેલીઓ વધી રહી છે. તેમના સામે કોર્ટે કડક વલણ અપનાવ્યુ છે. અને નરસંહારનો આરોપ મુક્યો છે. હવે શેખ હસીના પર સજા-એ-મોતની તલવાર લટકી રહી હોવાનું પણ દેખાઇ રહ્યુ છે.


શેખ હસીના પર આરોપ

બાંગ્લાદેશના પલાયન થઇ ગયેલા પીએમ શેખ હસીના પર નરસંહારનો આરોપ નક્કી કરાયો છે. આરોપો મામલે ટ્રાયલ શરુ કરવામાં આવ્યો છે. શેખ હસીના પર આરોપ છે કે, જ્યારે તેઓ પીએમ હતા ત્યારે તેઓએ હજારો લોકોની હત્યા કરાવી છે. આ કેસમાં પ્રથમ સાક્ષી તરીકે ખોખન ચંદ્ર બર્મનને રજૂ કરવામાં આવ્યા છે. બર્મનની જુબાની જો અસરકારક રહી તો તે શેખ હસીનાને સજા-એ-મોત આપવામાં આવી શકે છે. નરસંહાર મામલે શેખ હસીનાની સાથે તત્કાલીન ગૃહમંત્રી અને તત્કાલીન પોલીસ આઇજી આરોપી છે.

ખોખન નાહિદ ઇસ્લામ પાર્ટી સાથે જોડાયેલો

હિન્દુ આદિવાસી સમુદાયના ખોખન ચંદ્ર બર્મન જુલાઇમાં થયેલા આંદોલનમાં સામેલ હતા. તે દરમિયાન ઢાકાના જતરાબારી પોલીસ સ્ટેશન પાસે તેમને ગોળી મારવામાં આવી હતી. આ ગોળી ખોખનના ચહેરા પર લાગી હતી. જેના કારણે તેના ચેહરા પર મોટી અસર જોવા મળી હતી. શેખ હસીનાની સત્તા છીનવી લેવા માટે બાંગ્લાદેશની વચગાળાની સરકારે ખોખન માટે તમામ પ્રયત્ન કર્યા હતા. સ્વાસ્થ્ય મંત્રી ખોખનના સારવાર માટે તેમને લઇને રશિયા ગયા હતા. ખોખન હાલ નાહિદ ઇસ્લામ પાર્ટી સાથે જોડાયેલો છે.

ખોખન કોર્ટમાં શું આપી જુબાની ?

ખોખને જુબાની આપતા જણાવ્યુ હતુ કે, પોલીસ કેવી રીતે લોકોને મારી રહી હતી. સમગ્ર ઘટનાનું ચિત્રણ તેણે કોર્ટમાં કર્યુ હતુ. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્તની રિપોર્ટ મુજબ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારમાં લગભગ 1400 લોકો માર્યા ગયા હતા. જેમાં 108 બાળકો હતા. 15 હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા. લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનના કારણે 5 ઓગષ્ટ 2024ના રોજ શેખ હસીનાએ બાંગ્લાદેશની સત્તા છોડી દીધી હતી.  

  • Follow us on: