31 વર્ષીય કિર્કને યુટાહ યુનિવર્સિટીમાં એક વ્યાખ્યાન દરમિયાન ગોળી વાગી હતી. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ હત્યાને ઘૃણાસ્પદ રાજકીય હત્યા ગણાવી હતી. હવે દાવો કરાયો છે કે, ચાર્લી કિર્કના હત્યારાને પકડી લેવાયો છે.

જંગલમાંથી મળ્યું હથિયાર

એફબીઆઈએ તે રાઈફલ શોધી કાઢી છે. જેનાથી કિર્કનું મૃત્યુ થયું હતું. આ હથિયાર ઘટના સ્થળની નજીકના જંગલમાં ફેંકવામાં આવ્યું હતું. એફબીઆઈ અધિકારી રોબર્ટ બોહલ્સના જણાવ્યા અનુસાર, તે એક ઉચ્ચ-શક્તિવાળી બોલ્ટ-એક્શન રાઈફલ છે. આવી રાઈફલ્સ ખૂબ જ સચોટ રીતે નિશાન બનાવવા માટે જાણીતી છે. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હથિયાર કદાચ જૂનું માઉઝર મોડેલ છે. તે આયાતી માઉઝર .30-06 બોલ્ટ-એક્શન રાઈફલ હોઈ શકે છે.

અધિકારીઓએ શું કર્યાં દાવા ?

તપાસકર્તાઓને રાઈફલના ચેમ્બરમાંથી એક સ્પેન્ડેડ કારતૂસ અને અન્ય ઘણી ગોળીઓ મળી આવી છે. આ પ્રકારની રાઈફલનો ઉપયોગ ઘણીવાર નિશાનબાજો અને શિકારીઓ દ્વારા કરવામાં આવે છે. નિવૃત્ત એફબીઆઈ એજન્ટ બ્રેડ ગેરેટ કહે છે કે પુરાવા દર્શાવે છે કે આ હત્યા સંપૂર્ણપણે આયોજિત હતી. હુમલાખોરે રાઈફલ ફેંકી હતી. જેથી તે ભાગતી વખતે બંદૂક સાથે ન દેખાય. સીસીટીવી ફૂટેજમાં, શંકાસ્પદ વ્યક્તિ એક ઇમારતની છત પરથી નીચે ઉતરતો, રસ્તો ક્રોસ કરતો અને જંગલ તરફ જતો જોવા મળ્યો હતો.

  • Follow us on: