અમેરિકામાં ભારતીય મૂળના વેપારી અને સામાજિક કાર્યકર સુખી ચહલની મોત બાદ ઘણા3 સવાલો ઉભા થયા છે. રહસ્યમય સંજોગોમાં થયેલી મોતના કારણે અને તર્ક-વિતર્ક સર્જાયા છે. સુખી ચહલ ખાલિસ્તાનીઓના કટ્ટર વિરોધી હતા. તેઓ ભારતથી અમેરિકામાં આવનાર લોકોને ગુનાઓ ન કરવાની અને અમેરિકાના કાયદાઓનું પાલન કરવાની સલાહ આપતા હતા.


તર્ક-વિતર્ક વચ્ચે અટવાઇ મોત

સુખી ચહલ કેલિફોર્નિયામાં મિત્ર સાથે ડિનર કરતા હતા. અને જમ્યા બાદ તેમની તબિયત લથડી હતી. અને બાદમાં મોત થયુ હતુ. સુખી ચહલના નજુકના મિત્ર જસપાલ સિંહે તેમના મોતની માહિતી આપી હતી. તેઓએ જણાવ્યુ હતુ કે, સુખી ચહલને તેમના મિત્રના નિવાસસ્થાને ભોજન કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. અને ત્યાં પહોંચ્યા બાદ તેઓ જમ્યા હતા અને બાદમાં તબિયત ખરાબ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. જસપાલ સિંહે વધુમાં જણાવ્યુ હતુ કે, સુખી ચહલ સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા. અને અચાનક થયેલી મોતના કારણે અનેક પ્રશ્નો પેદા થઇ રહ્યા છે. જસપાલ સિંહે જણાવ્યુ હતુ કે, સુખી ચહલ ખાલિસ્તાનીઓના વિરોધી હતા. અને 17 ઓગષ્ટના રોજ વોશિગ્ટનમાં ખાલિસ્તાનીઓ પ્રદર્શન કરવાના હતા. તેનો સુખી ચહલ વિરોધ કરી રહ્યા હતા. અગાઉ સુખી ચહલને ખાલિસ્તાનીઓ દ્વારા મોતની ધમકી પણ આપવામાં આવી હોવાનું જસપાલ સિંહે કહ્યુ હતુ.

નિધન બાદ શોકની લહેર

સુખી ચહલના પરિચિત બૂટા સિંહે કહ્યુ હતુ કે, ખાલિસ્તાનીઓની ધમકી બાદ પણ સુખી ચહલ પોતાના વિચારો પર કાયમ હતા. અને નિડરતાપૂર્વક તેઓએ પોતાની વકાલત યથાવત્ રાખી હતી. સુખી ચહલના નિધન બાદ અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં શોકની લહેર જોવા મળી રહી છે. બૂટા સિંહે વધુમાં કહ્યુ હતુ કે, પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. અને પોસ્ટમોર્ટમની રિપોર્ટ બાદ સમગ્ર હકીકત સામે આવશે. સુખી ચહલ અમેરિકાના કાયદા પર વિશ્વાસ ધરાવતા હતા. અને અમેરિકામાં આવનાર તમામ ભારતીયોને અમેરિકી કાયદા જાળવવા માટે પ્રેરિત કરતા હતા. સુખી ચહલે થોડા દિવસ અગાઉ જ સોશિયલ મીડિયા પર અમેરિકી કાયદાના સમર્થનમાં પોસ્ટ મુકી હતી.   

  • Follow us on: