અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જોર્જ સોરોસ અને તેમના પુત્ર એલેક્સ પર અમેરિકામાં હિંસક વિરોધ પ્રદર્શન કરવા બદ્દલ અને તેને સમર્થન આપવા માટે કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. રિકો હેઠળ તેમના પર કેસ ચલાવવા માટે આદેશ કર્યા છે.
જોર્જ સોરોસ સામે લાલ આંખ
ભારત વિરુદ્ધ સતત ઝેર ઓકતા જોર્જ સોરોસ સામે લાલ આંખ કરવામાં આવી છે. ભારત વિરોધી જોર્જ સોરોસ પર હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કાર્યવાહીના આદેશ આપ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જોર્જ સોરોસ અને તેમના પુત્ર એલેક્સ પર અમેરિકામાં હિંસક વિરોધ પ્રદર્શન કરવા બદ્દલ અને તેને સમર્થન આપવા માટે રિકો હેઠળ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લખ્યુ છે કે, જોર્જ સોરોસ અને તેમના અદ્ભૂત કટ્ટરપંથી વામપંથી પુત્ર પર પૂર્ણ અમેરિકામાં હિંસક પ્રદર્શનો અને કેટલીક વિરોધી ગતિવિધીઓને સમર્થન કરવાનો આરોપ લાગ્યો છે. તેમના પર હવે રિકો હેઠળ કેસ ચલાવવામાં આવશે. ટ્રમ્પે કહ્યુ હતુ કે તેઓ આવા માનસિક અસ્થિર લોકોના કારણે અમેરિકા તબાહ નહી થવા દઇએ. અને તેમને આઝાદી પણ નહી આપીશું. જોર્જ સોરોસ અને તેમના સાથીઓએ તેમને નુકસાન પહોંચાડ્યુ છે. આવા માનસિક અસ્થિર સમૂહના હાથમાં અમેરિકા નહી આપીએ.
RICO કાયદો શું છે ?
RICOનું પૂર્ણ નામ રૈકેટિયર ઇન્ફ્લુએન્સર એન્ડ કરપ્ટ ઓર્ગેનાઇઝેશન એક્ટ છે. આ એક અમેરિકી કાયદો છે. જેને વર્ષ 1970માં બનાવવા આવ્યો હતો. જેનો હેતુ સંગઠીત ગુનાઓ, જેવા કે માફિયા, ગેરકાયદે હથિયાર, ગેરકાયદે વેપાર કરનાર સમૂહને રોકવાનો છે. અને કાયદા હેઠળ સજા આપવાનો છે. આ ઉપરાંત ડ્રગ્સ, હત્યા, લાંચ જેવા કેસ પણ આ કાયદા હેઠળ આવે છે. RICO હેઠળ ગુનેગારોને લાંબી સજા અને ભારે દંડ ફટકારવામાં આવે છે. ડૉનાલ્ડ ટ્રમ્પ રિકો હેઠળ જોર્જ સોરોસ પર એક્શન લેવા જણાવી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે જોર્જ સોરોસ ફાઉન્ડેશનની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જોર્જ સોરોસ ફાઉન્ડેશને આ તમામ આરોપ પાયાવિહોણા ગણાવ્યા છે. તેમના પ્રવક્તાએ જણાવ્યુ છે કે, તેઓએ કોઇ હિંસક આંદોલનો નથી કર્યા અને નથી કોઇ સમર્થન આપ્યુ. આ તમામ વાતો માત્ર અફવા છે.
જોર્જ સોરોસ કોણ છે ?
જોર્જ સોરોસને જ્યોજી શ્ર્વાર્ટજના નામે પણ ઓળખવામાં આવે છે. તેઓ મૂળ હંગેરીના અમેરિકી વેપારી છે. અમેરિકાના અરબપતિ જોર્જ સોરોસ હમેંશા ભારત વિરુદ્ધ ટીકા-ટિપ્પણી કરતા રહે છે. અમેરિકા અને બ્રિટનના શેયર બજારોમાં જોર્જ સોરોસ એક મોટું નામ છે. જોર્જ સોરોસે હેજ ફંડ્સમાંથી ઘણી કમાણી કરી છે. સોરોસ ફંડ મેનેજમેન્ટની શરૂઆત 1970માં થઈ હતી. જાન્યુઆરી 2023માં પણ, હિન્ડનબર્ગ રિપોર્ટ પછી અદાણી ગ્રુપના શેરમાં ભારે વેચવાલી થઈ ત્યારે જ્યોર્જ સોરોસનું નામ ભારતમાં ચર્ચામાં આવ્યું હતું. તેઓ અર્થતંત્રોને અસ્થિર કરવા માટે પણ જાણીતા છે. આ માટે ભારત સહિત ઘણા દેશોમાં તેમની ટીકા થાય છે.













