યુએસએના કેલિફોર્નિયામાં વસતા ભારતીયોને દિવાળી પહેલા એક મોટી ગિફ્ટ મળી છે, અને આ ગિફ્ટમાં એવું છે કે કેલિફોર્નિયામાં દિવાળીએ સત્તાવાર રીતે રાજ્ય રજા જાહેર કરવામાં આવી છે.
કેલિફોર્નિયામાં દિવાળીની રાજ્ય રજા
સામાન્ય રીતે એવું હોય કે જે તે દેશમાં ઉજવાતા મોટા તહેવારો માટે ત્યાંનાં લોકોને ઉજવણીના ભાગ રૂપે જાહેર રજાનો લાભ આપવામાં આવતો હોય છે, પરંતુ ભારતના નાગરિકો હાલ દેશની સાથે વિદેશમાં પણ એટલા વસેલા હોવાથી હવે અન્ય દેશોમાં પણ ભારતીય તહેવારોનું મહત્વ ખૂબ વધ્યું છે. યુએસએના કેલિફોર્નિયામાં હવે દિવાળીને સત્તાવાર રીતે રાજ્ય રજા જાહેર કરવામાં આવી છે













