પાકિસ્તાનમાં યોજાનારી શાંતિ વાટાઘાટો પર હવે અચાનક બ્રેક વાગી ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશ્નરના પાકિસ્તાન પ્રવાસને રદ કરી દીધો છે. તેમણે કહ્યું કે માત્ર વાતચીત માટે 18 કલાકની લાંબી ફ્લાઈટ ભરવાનો કોઈ અર્થ નથી અને ઈરાન જ્યારે ઈચ્છે ત્યારે અમેરિકા સાથે ફોન પર સીધી વાત કરી શકે છે.


અબ્બાસ અરાઘચી ઓમાન તરફ રવાના

મળતી માહિતી મુજબ ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે અમેરિકા પાસે તમામ જરૂરી નિર્ણાયક શક્તિઓ ઉપલબ્ધ છે અને ઈરાનને સીધી ચર્ચા કરવી હોય તો તે સરળતાથી સંપર્ક કરી શકે છે. તેમના મુજબ પાકિસ્તાન જઈને લાંબી ચર્ચાઓ કરવાનો કોઈ ઉપયોગ નથી. આ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પાકિસ્તાનના વડાપ્રધાન સાથે બેઠક બાદ ઓમાન તરફ રવાના થઈ ગયા છે. તેઓ હવે ઓમાન અને ત્યારબાદ મોસ્કો પણ જશે.

શરતોને કારણે વાટાઘાટો વધુ જટીલ બની

ઈરાને અમેરિકાની સામે સીધી વાતચીત માટે કેટલીક શરતો પણ મૂકી છે, જેના કારણે વાટાઘાટો વધુ જટીલ બની છે. ઈરાનનું કહેવું છે કે દબાણ અને ધમકીની સ્થિતિમાં અમેરિકા સાથે સીધી વાતચીત શક્ય નથી. આ સમગ્ર ઘટનાક્રમથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી કૂટનીતિક પ્રયત્નો હાલ અટકેલી સ્થિતિમાં પહોંચી ગઈ છે અને બંને દેશો વચ્ચે તણાવ યથાવત છે.

આ પણ વાંચો : America સાથે વાતચીત વગર જ પાકિસ્તાનથી પરત ફર્યા ઈરાનના વિદેશ મંત્રી



  • Follow us on: