અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે ફોન પર મહત્વપૂર્ણ વાતચીત થઈ છે. આ ચર્ચામાં રશિયા-યુક્રેન સંઘર્ષ તેમજ અમેરિકા-ઈરાન વિવાદ સહિતના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.
ઈરાન સાથેનો કરાર લગભગ પૂર્ણ થવાના તબક્કામાં: ટ્રમ્પ
ક્રેમલિનના સલાહકાર યૂરી ઉશાકોવના જણાવ્યા મુજબ બંને નેતાઓએ યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવાની શક્યતાઓ પર વિચાર કર્યો. ટ્રમ્પે પતિનને કહ્યું કે યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ તાત્કાલિક રીતે સમાપ્ત કરવું અત્યંત જરૂરી છે અને અમેરિકા આ સંઘર્ષના અંત માટે મદદ કરવા તૈયાર છે. ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે ઈરાન સાથેનો કરાર લગભગ પૂર્ણ થવાના તબક્કામાં છે. આ અંગે પતિને ખુશી વ્યક્ત કરી હતી કે અમેરિકા-ઈરાન વચ્ચેનો તણાવ ઓછો થશે. અમેરિકાના દૂત વિટકોફ અને કુશનર ટૂંક સમયમાં રશિયાની મુલાકાત લઈ શકે છે.













