અમેરિકન રાજદ્વારીઓના એક આખા જૂથે હવે ટ્રમ્પની ટેરિફ નીતિઓ વિરુદ્ધ ખુલ્લેઆમ બોલવાનું શરૂ કરી દીધું છે. અમેરીકી બૌદ્ધિક વર્તુળ (ઇન્ટેલિજન્સિયા) એ વાતને લઇને હેરાન છે કે જે ભારતને અમેરિકાએ વર્ષોની કૂટનીતિક પ્રયાસો બાદ કોમ્યુનિસ્ચ રશિયાના બ્લોકથી અલગ કર્યા અને જે ભારત ચીન સામે સતત એક શક્તિ તરીકે ઊભું રહ્યું હતું, તે જ ભારત હવે અમેરિકન નીતિઓને કારણે ખુલ્લેઆમ ચીન અને રશિયા સાથે મિત્રતા કરી રહ્યું છે.


ડોનાલ્ડ ટ્રમ્પનો અંગત સ્વાર્થ છુપાયેલો છે

ભારત વિરુદ્ધ ટ્રમ્પની ટેરિફ પોલીસી અમેરિકાના વ્યવસાયિક હિતો સાથે જોડાયેલી નથી. પરંતુ તેની પાછળ ડોનાલ્ડ ટ્રમ્પનો અંગત સ્વાર્થ છુપાયેલો છે. હવે તો અમેરિકાના ઘણા પ્રખર રાજદ્વારીઓએ પણ ટ્રમ્પની હેતુઓ સામે ખુલ્લી ટીકા કરવાનું શરૂ કરી દીધું છે. અમેરિકા પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વકીલ જેક સુલિવને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનમાં પોતાના પરિવારના વ્યવસાયિક કરાર વધારવા માટે ભારત સાથેના સંબંધોની બલિ આપી દીધી છે.

દાયકાઓથી બંને દેશોએ દ્ધિપક્ષીય સહકારના આધારે એકબીજાના સંબંધો મજબૂત કરવા માટે કામ કર્યું છે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી ધરાવતો દેશ છે અને તેની સાથે ટેકનોલોજી, પ્રતિભા, અર્થતંત્ર અને ચીન સામે વ્યૂહાત્મક રીતે એકસાથે ઉભા રહેવાની જરૂર છે. આ દિશામાં અત્યાર સુધી મહત્વપૂર્ણ પ્રગતિ થઇ હતી.

પરિવારના લોભે ભારત-અમેરિકા સંબંધોને સમાપ્ત કરી દીધા

સુલિવને આગળ આ બાબતે જણાવ્યું કે ટ્રમ્પે પાકિસ્તાન દ્વારા તેમના પરિવાર સાથે વ્યવસાયિક કરાર કરવાની ઇચ્છાને ધ્યાનમાં રાખીને ભારત સાથેના સંબંધોને અવગણ્યા છે. આ એક મોટું વ્યૂહાત્મક નુકસાન છે, કારણ કે મજબૂત ભારત-અમેરિકા ભાગીદારી બંને દેશોના હિતોની રક્ષા કરે છે.

માહિતી પ્રમાણે ઇસ્લામાબાદે ન માત્ર ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યો, પરંતુ તેમના પરિવાર અને નજીકના લોકોને પોતાની નવી પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલમાં પણ સામેલ કર્યા છે.ભારતની સાથે ટ્રમ્પના સંબંધોને બગાડવા પર સુલિવને કહ્યુ કે જો આપણા સાથીઓ એવું તારણ કાઢે કે તેઓ કોઈપણ રીતે, કોઈપણ સ્વરૂપમાં આપણા પર વિશ્વાસ કરી શકતા નથી, તો તે અમેરિકન લોકોના લાંબા ગાળાના હિતમાં નથી.

ટ્રમ્પના પાકિસ્તાન પ્રેમનું કારણ

આપને જણાવી દઇએ કે પાકિસ્તાને 26 એપ્રિલે વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ એક એવી કંપની છે જેમાં ટ્રમ્પના પરિવાર, જેમાં તેમના દીકરા એરિક અને ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર, જમાઇ જેરેડ કુશનર સામેલ છે. તે 60 ટકા ભાગીદાર છે. WLFના હોમપેજ પર અમેરિકી રાષ્ટ્રપતિનું એક માત્ર ભવ્ય ફોટા સાથે ડોનાલ્ડ જે ટ્રમ્પથી પ્રેરિત શબ્દને પ્રમુખતા આપી છે

  • Follow us on: